________________
બીજી કળાઓના અભાવમાં પણ સુખદાયક છે. સાધુજીવનની મસ્તી
કેટલાક લોકો એમ કહ્યા કરે છે કે ધર્મકળામય જીવન તો નીરસ હેય છે. એમાં કોઈ આનંદપ્રમોદ કે કોઈ મનોરંજન નથી. હસીખુશીભર્યા જીવનને બદલે શુષ્ક અને નીરસ જીવન છે. પરંતુ આવી માન્યતા ધર્મકળાને યથાર્થ રીતે સમજી નહીં શકવાનું પરિણામ છે.
ધર્મકળામય જીવન માત્ર સાધુઓનું હોય છે અથવા હોઈ શકે, એવી એકતરફી વાત યોગ્ય નથી. સાધુનું જીવન તો ધર્મકળાથી ઓતપ્રોત હોય જ છે, તેથી એના જીવનમાં સંતોષ, ત્યાગ, સંયમ, તપ વગેરે સ્વાધીન સુખ જન્માવનારાં હોવાથી અત્યંત મસ્તી અને આનંદ જ હોય છે. આથી કહ્યું છે –
न वि सही देवता देवलोए, नवि सुहि पुढवीपइ राया ।
नवि सुही सेट्ठी सेणावइ, एगंत सुही साहू वीतराया ॥ “આ સંસારમાં દેવલોકમાં કોઈ દેવ સુખી નથી કે પૃથ્વી પર રાજ્ય કરવાવાળો રાજા સુખી નથી, શેઠ કે સેનાપતિ પણ સુખી નથી, એકાંત વિતરાગ સાધુ જેવો જગતમાં બીજો કોઈ સુખી નથી.”
જો રાગ, દ્વેષ, મોહ વગેરે વિકારો પર વિજય પ્રાપ્ત કરનારા સાધુઓનું જીવન નીરસ, દુઃખી અને આનંદવિહીન અથવા વ્યાકુળ હોત, તો ક્યારેય એકાંત સુખમય હોત નહીં, આથી ધર્મકળામય જીવન નીરસ નથી, પરંતુ આત્માનંદની મસ્તીથી ઓતપ્રોત છે. હવે વિચારીએ ગૃહસ્થના ધર્મકળામય જીવન વિશે. એ પણ ધર્મકળાહીન વ્યક્તિના જીવનથી અનેકગણું સરસ, સુખમય અને મસ્તીભર્યું હોય છે. ગૃહસ્થ તો ઉપભોગ્ય અને પરિભોગ્ય બધી વસ્તુઓનો ઉપભોગ-પરિભોગ કરે છે. વ્યાપારધંધો પણ કરે છે. ધનનું ઉપાર્જન અને સંગ્રહ પણ કરે છે. પોતાની વિવાહિતા પત્ની સાથે રહીને કામસુખનો ઉપભોગ પણ કરે છે. આરંભ – સમારંભ પણ કરે છે, પરંતુ આ બધાની સાથે ધર્મમર્યાદાની સ્વૈચ્છિક પાળ જરૂરી છે અને એ પ્રતિબંધ એવો નથી કે જેનાથી ગૃહસ્થનું કામ અટકી જાય. અથવા ગૃહસ્થજીવન મુશ્કેલ લાગે. ગૃહસ્થજીવનમાં પાલન કરવા માટે પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત તેના સાક્ષીરૂપ છે. કોઈ પણ
રત્નત્રયીનાં અજવાળાં
૨૧૦