________________
હોય તો તે વ્યક્તિનું હૃદય અને માનસ પણ અસ્વસ્થ થઈ જશે. પગમાં લકવો થઈ જવાથી શું તે વ્યક્તિ પોતાના હ્રદય અને મગજને શાંત અને સ્વસ્થ રાખી શકે છે ? કદાપિ નહીં.
આ રીતે હૃદયબળ હોય, બુદ્ધિબળ હોય, પરંતુ ચરણબળ ન હોય, તો તે પોતાના જીવનનો પૂર્ણ આધ્યાત્મિક વિકાસ નથી કરી શકતો. પંગુની જેમ તે મોક્ષરૂપી ફળને જોઈ શકે છે, જાણી શકે છે, પરંતુ સાધનાની ડાળી પકડીને તે ફળને તોડીને આસ્વાદી શકતો નથી. આ કારણે સમ્યગ્દર્શન અને સમ્યક્ત્તાનની સાથે સમ્યક્ચારિત્ર્યની પૂરેપૂરી જરૂર દર્શાવવામાં આવી છે. આ બંનેની સાથે સમ્યક્ચારિત્ર્ય ન હોય તો સાધક આધ્યાત્મિક વિકાસના ચરમ શિખર પર પહોંચી શકતો નથી.
એક વ્યક્તિ અહિંસાનું સ્વરૂપ સારી રીતે જાણે છે અને અહિંસા પર તેને પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ પણ છે કે અહિંસાથી જ કલ્યાણ થશે, પરંતુ તે અહિંસાનું આચરણ કરી શકતો નથી, તો તે વ્યક્તિનું જાણવું અને માનવું વ્યર્થ જશે. આથી તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું –
" एवं खु नाणिणो सारं जं न हिंसई किंचण"
""
કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી એ જ્ઞાની હોવાનો સાર છે.''
આ કારણે સમ્યજ્ઞાન પછી સમ્મારિત્ર્ય દર્શાવ્યું છે. એકલું સમ્યજ્ઞાન મનુષ્યને વિકાસના ચરમ શિખર પર પહોંચાડી શકતું નથી. માત્ર દર્શન અને જ્ઞાનથી મનુષ્ય જ્યાં હોય ત્યાં જ સંકોચાઈને બેસી રહે છે. સાધનામાં ગતિ-પ્રગતિ કરી શકતો નથી અને સાધનામાં ગતિ-પ્રગતિ કર્યા વગર સાધ્યના શિખર પર કદીય પહોંચી શકાતું નથી. સમ્યક્ચારિત્ર્ય સાધનામાં ગતિ-પ્રગતિ કરવા માટે અજોડ સાધન છે. આથી કહ્યું છે ઃ
“ अप्रकटीकृतशक्तिः शत्कोपि जनस्तिरि स्क्रियां लभते । निवसन्त्रन्तर्दारुणि लङ्घयो वहिनर्न तु प्रज्वलितः ॥ "
ગમે તેટલો સમર્થ કે શક્તિશાળી કેમ ન હોય, જો તે પોતાની શક્તિને પ્રગટ ન કરે તો તે તિરસ્કાર પામે છે. અરણિની લાકડીમાં રહેલી અપ્રગટ અગ્નિને દરેક વ્યક્તિ ઓળંગીને કે તેના પર પગ મૂકીને ચાલી જાય છે, પરંતુ સળગતી લાકડી પર કોઈ પગ મૂકીને જઈ શકતું નથી. આ જ પ્રકારે જ્ઞાનદર્શનની શક્તિ કે વૈચારિક શક્તિ પ્રગટ કરવામાં
ચારિત્ર્ય એ જ ધર્મ
૧૮૯