________________
પોતાના વિચારોમાં દઢ હતી. તેણે પોતાની ઘોડાગાડી સ્વયંસેવક પર ચલાવી દીધી. ઘોડાગાડીનું પૈડે રવયંસેવકની ડોક પર ફરી વળ્યું, છતાં પણ તેણે કોઈ ચિંતા ન કરી અને એમ જ કહેતો રહ્યો, “દારૂ ખરીદો નહીં.”
એક વ્યક્તિ દારૂ પીનારાને રોક્વામાં હિત સમજીને પોતાના પ્રાણની પરવા કરતી નથી અને બીજી વ્યક્તિ દારૂ મેળવવા અને ખરીદવામાં જ હિત સમજીને બીજાનો જીવ લેવા પણ તૈયાર થાય છે. આ બંનેનાં જુદાં-જુદાં પરસ્પર વિરોધી કાર્યોની પાછળ કઈ વસ્તુ કામ કરી રહી છે ? મૂળભૂત રીતે જોઈએ તો એકમાં સમ્યકજ્ઞાન છે અને બીજામાં અજ્ઞાન છે. એક પોતાનો પ્રાણ આપીને પણ બીજાના આત્માને સન્માર્ગ પર લઈ જવા ઇચ્છે છે તો બીજો તૃષ્ણા કે મોહના કારણે આત્મવિસ્મૃત છે. પરિણામ જોઈને આપણે સમ્યકજ્ઞાન અને મિથ્યાજ્ઞાનનું અંતર સમજી શકીએ છીએ.
પાપની ધૃણા અને દ્વેષથી દૂર
સમ્યકજ્ઞાનીની દૃષ્ટિ પારદર્શી અને સમ્યફ હોવાને કારણે તે પ્રત્યેક વસ્તુનો નિર્ણય દીર્ઘદૃષ્ટિથી અને હિત-અહિત વિચારીને કરશે. અજ્ઞાની વ્યક્તિની દષ્ટિ તુચ્છ સ્વાર્થ અને મોહથી ઘેરાયેલી હોવાથી તે પ્રત્યેક બાબતનો નિર્ણય સંકીર્ણ દૃષ્ટિથી આત્મભાન ભૂલીને કરશે. જ્ઞાની કોઈ પણ મનુષ્યની ધૃણા કે દ્વેષ કરશે નહીં. અરે ! પાપીમાં પાપી વ્યક્તિની પણ તે ધૃણા કે દ્વેષ નહીં કરે. હા, તેના પાપથી તેને ધૃણા થશે.
આજે તો સમ્યકત્વના ઠેકેદાર અને પોતાને સમ્યકજ્ઞાની માનનારાને પૂછવામાં આવે કે જગતનાં મળમૂત્ર ઉઠાવનારા અને સેવા કરનારા ભંગીઓની ધૃણા કરવામાં આવે છે, તે શું ધૃણાને પાત્ર છે? તમે તમારા ઘરમાં મળમૂત્ર કરીને તેને અપવિત્ર બનાવો અને પેલો માનવી આવીને તેની સફાઈ કરે, તેને પવિત્ર બનાવે શું એ જ તેનો અપરાધ છે? જે સેવા કરે, ઘરને પવિત્ર બનાવે, તે અપવિત્ર અને હલકા છે અને જે ઘરમાં મળમૂત્ર કરીને અપવિત્ર બનાવે અને પરાવલંબી બનીને સેવા લે છે તે પવિત્ર અને ઊંચા છે, એ ક્યાંનો ન્યાય ? શું આવો અધર્મમય અને પક્ષપાતપૂર્ણ વિચાર સમ્યકજ્ઞાન હોઈ શકે? કદાપિ નહીં. જેની પાસે ૧૮૦
રત્નત્રયનાં અજવાળાં.