________________
ડૉક્ટરે કહ્યું, હું મારા નિયમ મુજબ બીજા ગામ જઈને દર્દીને તપાસવાની ફી દસ રૂપિયા લઉં છું. તમે ફીના પૈસા લાવ્યા છો ?’
આગન્તુકે કહ્યું, ‘‘લાવ્યો તો નથી, પરંતુ ત્યાં જઈને આપી દઈશ.’’ ડૉક્ટર એની સાથે એ ગામ પહોંચ્યા. રોગીને તપાસતાં ક્ષયની બીમારી જણાઈ.
ડૉક્ટરે દર્દીની પાસે બેઠેલી સ્ત્રીને પૂછ્યું, ‘‘અત્યાર સુધી કઈ કઈ દવા કરાવી ?’’
પેલી સ્ત્રીએ કહ્યું, ‘થોડા દિવસ સુધી તો ઘરગથ્થુ ઉપચાર જ કરતા રહ્યા. પછી ગામના એક વૈધની દવા લીધી, પણ હજી રોગનું નિદાન થયું નથી.’’
ડૉક્ટરે કહ્યું, ‘‘ગભરાશો નહીં ! આમ તો ઘણું મોડું થઈ ગયું છે, રોગ ભયંકર છે, પરંતુ સર્વપ્રથમ આરામ આવશ્યક છે. ચોખ્ખી આબોહવામાં રહેવાનું કરજો. પૌષ્ટિક ભોજન આપજો. ઘી, દૂધ, ફળ વગેરે આપજો. થોડાં ઈંજેક્શન અને દવા આપવી પડશે.''
ડૉક્ટરની વાત સાંભળીને પેલી સ્ત્રીને સંતોષ થયો. પરંતુ તેના ચહેરા પર વિષાદની છાયા હતી.
એણે ડૉક્ટરને કહ્યું, ‘ડૉક્ટર સાહેબ, તમે થોડી વાર બેસો હું હમણાં આવું છું.''
તે હાથમાં કશુંક છુપાવતી બહાર જવા લાગી.
ડૉક્ટરે પૂછ્યું, બહેન, તમે અત્યારે વળી ક્યાં જાવ છો ? શા માટે જાવ છો ?''
પેલી સ્ત્રીએ કહ્યું, ‘તમારાથી મારે વળી છુપાવવાનું શું હોય ? થોડીઘણી બચત હતી, તે આ બીમારીમાં ખર્ચાઈ ગઈ. બે મહિનાથી બીમારીને કારણે નોકરી પર જતા નથી. હવે મારી પાસે સોનાની બંગડી સિવાય કશું નથી. એને કોઈની પાસે ગીરો મૂકીને તમારી ફીની રકમ અને દવા માટે રૂપિયા લેવા જાઉં છું. તમે થોડી વાર બેસો. હું તમારો વધારે સમય નહીં બગાડું. ઘરેણાં પર થોડાક રૂપિયા તો મળી જ જશે.''
આ સાંભળીને ડૉક્ટર કરુણાર્દ્ર બની ગયા. તેમને વિચાર આવ્યો કે જ્યારે હું અભ્યાસ કરતો હતો, ત્યારે મારા પિતા મને દર મહિને ખર્ચ
નમો નાણસ્સ
१७१