________________
માટે પૈસા મોકલતા હતા. એક વાર મેં એમને એ અંગે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે તારી માની સોનાની બંગડી ગીરો રાખીને પૈસા લાવતો હતો. શું મારી ફરજ નથી કે હું આ બહેન પાસે ફી અને દવાની રકમ માગવાને બદલે તેમને મારા તરફથી પૈસા આપું? જો આ મારી સગી બહેન હોત, તો મારે મદદ કરવી જ પડત. તો આને સગી બહેન સમજીને આપવામાં શું વાંધો છે ?
બસ, અંતર્દાનના પ્રકાશથી ડૉક્ટરે તે બહેનને બહાર જતાં રોકી અને પોતાના ખિસ્સામાંથી ૨૫ રૂપિયા આપતાં કહ્યું, “લો બહેન, તમે મને ભાઈ સમજીને આ લઈ લો. ફી અને દવાના પૈસા હું નહીં લઉં. તમે આ પચીસ રૂપિયામાંથી આમને માટે ઘી, દૂધ, ફળ વગેરેની સગવડ કરજો. અત્યારે મારી પાસે આટલી જ રકમ છે. પછીથી મોકલાવતો રહીશ.”
બહેનની આંખોમાં પ્રેમાશ્રુ આવી ગયાં અને ડૉક્ટરને કૃતજ્ઞતાભરી દૃષ્ટિથી જોતાં તે બહેન ડૉક્ટરભાઈનાં ચરણોમાં પડી ગઈ. એના મુખમાંથી લાગણીને લીધે એકપણ શબ્દ નીકળતો ન હતો. એ અંતરની આશિષ આપતી હતી. ડોક્ટર ત્યાંથી ઘેર પાછા આવ્યા.
દયાની પાછળ આવા ઉત્તમ જ્ઞાનની જરૂર છે. જેથી એ દયા કોઈ પર ઉપકારરૂપ કે પોતાના અહંકારની પોષક બની ન જાય. આવી દયા જ સમ્યફચારિત્રની કોટિમાં ગણાશે. એટલે જ “શ્રી દશવૈકાલિક સૂત્ર'માં કહ્યું છે –
पटम् नाणं, तओ दया । “પ્રથમ જ્ઞાન અને પછી દયાનો ક્રમ યોગ્ય છે.”
આજે જો પ્રાણી-દયાનું કામ હોય, તો જૈન સમાજના લોકો કંઈક આપવા તૈયાર થાય છે, પરંતુ માનવદયા માટે ખચકાટ અનુભવે છે. આ જ્ઞાનની ઓછપનું સૂચક છે.
જ્ઞાન માટે બહુ ઓછો પ્રયત્ન થાય છે અને તેને પરિણામે એ જ્ઞાન વિના દયા આંધળી રહે છે. આ આંધળી દયાને કારણે જ લોકો આપણા પર કે આપણી દયા પર આક્ષેપ કરે છે. આ આક્ષેપનું આપણે નિવારણ કરવું હોય, તો હું કહીશ કે તમે દયા કરતાં પહેલાં જ્ઞાન ૧૦૨
રત્નત્રયીનાં અજવાળાં
હિં