________________
જે આત્મા છે, તે જ વિશુદ્ધ જ્ઞાન છે અને જે વિશુદ્ધ શાન છે તે જ આત્મા છે.”
આનો અર્થ એ કે આત્મા અને જ્ઞાન દૂધપાણીની જેમ ઓતપ્રોત છે. કોઈ એમ કહે છે કે આત્મા જ્ઞાનમય છે, તો પછી અજ્ઞાની કેમ બની જાય છે? અને અજ્ઞાનથી આવૃત્ત કેમ થઈ જાય છે?
આના ઉત્તરમાં જૈન સિદ્ધાંત એમ કહે છે કે સંસારનો પ્રત્યેક આત્મા જ્ઞાનમય છે. પછી તે નિગોદનો કેમ ન હોય ? પરંતુ તે શુદ્ધ જ્ઞાન પર
જ્યારે રાગ, દ્વેષ, મોહનો મેલ ચઢી જાય, ત્યારે તે ઢંકાઈ જાય છે. તેને જ્ઞાનાવરણીય કર્મ કહે છે. પરંતુ જ્ઞાનાવરણીય કર્મના અનન્તાનન્ત પરમાણુ પણ આત્માને પોતાના પ્રભાવથી ઢાંકી દે છે, તેમ છતાં પણ તે આત્માના સંપૂર્ણ જ્ઞાનગુણને ઢાંકી શક્તા નથી.
સૂર્યના પ્રકાશને હજારો વાદળ ઘેરાઈ-ઘેરાઈને ઢાંકી દે છે પરંતુ તે સદાને માટે સર્વથા તેના સંપૂર્ણ પ્રકાશને ઢાંકી શકતાં નથી. વાદળાં છવાયેલાં હોય તો પણ એટલો ઉજાસ તો જરૂર રહે છે કે જેથી દિવસ અને રાત્રિનો ભેદ જાણી શકાય. આત્માના સંદર્ભમાં પણ આમ જ કહી શકાય, કે જ્ઞાનાવરણીય આદિ કર્મનાં આવરણ આત્માના જ્ઞાનગુણને સર્વથા ઢાંકી શકતાં નથી. એ આવરણથી ઢંકાઈ જાય તો પણ એટલો જ્ઞાનનો પ્રકાશ તો આત્મામાં અવશ્ય રહેશે કે જેથી જડ અને ચેતન વચ્ચેનો ભેદ સમજી શકાય. જો આત્માનો જ્ઞાનગુણ સર્વથા લુપ્ત થઈ જાય તો તે ચેતન ન રહેતાં જડ થઈ જાય છે. ચેતન ક્યારેય જડ બની શકતું નથી અને જડ ક્યારેય ચેતન બની શકતું નથી. “શ્રી નંદીસૂત્ર” આ વાતની સાક્ષી આપતાં કહે છે –
“બહાસ ગળતો મારો નિવ્વપાકિશો” “અક્ષર(જ્ઞાન)નો અનંતમો ભાગ સદૈવ ખુલ્લો રહે છે.”
એક સ્થળે એમ પણ કહેવાયું છે કે જ્ઞાનાવરણીય કર્મના પરમાણુ આત્માના જ્ઞાનને ગમે તેટલા ઢાંકી દે, પરંતુ આત્માના આઠ રૂચક પ્રદેશોમાં તો શાન સદા અનાવૃત્ત રહે છે. ૧. આત્માના આઠ રુચક પ્રદેશો – આત્માની મધ્યમાં રહેલા આઠ રુચક પ્રદેશો સર્વથા શુદ્ધ જ રહે છે એટલે કે તેના પર કર્મનું આચ્છાદન હોતું નથી.
૧૦૫
નમો નાણસ.