________________
હૃદયથી એક વાર જ્યારે તે નક્કી કરી લે છે ત્યાર પછી સંયોગ-વિયોગ, હર્ષ-શોક બંનેમાં સમાન સ્થિતિએ રહે છે. તે એમ વિચારે છે કે જે જખ્યું છે, તે એક દિવસ જવાનું છે, તો પછી તેનો હર્ષ કે શોક શા માટે? કારણ કે તે મારા હતા જ ક્યારે ?
દિલ્હીમાં એક શ્રાવક સાધુ-સાધ્વીઓની ખૂબ સેવાભક્તિ કરતા હતા. રોજ દર્શન કરવા અને વ્યાખ્યાન સાંભળવા અચૂકપણે આવતા હતા. એક દિવસ તેમનો એકનો એક પુત્ર મરી ગયો. તેમણે પુત્રની માંદગીમાં સેવા-સુશ્રુષા કરવામાં કંઈ ક્યાશ રાખી નહીં, પરંતુ તેને બચાવી શક્યાં નહીં, પુત્રના મૃત્યુના સમાચાર સાંભળીને એમની સમક્ષ ઘણા સ્નેહીઓ સમવેદના પ્રગટ કરવા આવ્યા.
શ્રાવકે બધાને સમજાવી દીધું – “આપ સમવેદના પ્રગટ કરવા આવ્યા છો તે માટે હું ઘણો આભારી છું, પરંતુ શોક દર્શાવવા માટે રડવા-કૂટવાની પ્રથા અહીં તદ્દન બંધ છે. તેથી એ પ્રથાથી દૂર રહેશો.”
લોકોએ એમની વાતનો સ્વીકાર કર્યો. પુત્રના અગ્નિસંસ્કાર કરીને શ્રાવક સીધા જ ધર્મસ્થાનોમાં મુનિરાજોનાં દર્શન કરવા માટે ગયા.
મોટા મહારાજે પૂછયું, “શ્રાવકજી, આજે તો મોડા આવ્યા. વ્યાખ્યાન પણ ન સાંભળી શક્યા.”
શ્રાવકે કહ્યું, “આજે એક મહેમાનને વિદાય કરવા માટે ગયો હતો, તેથી મોડું થઈ ગયું.” આટલું બોલીને તેઓ સામાયિક કરવા બેસી ગયા. એ પછી બીજા કેટલાક લોકો આવ્યા અને મહારાજશ્રીને ખબર પડી કે શ્રાવકનો એકનો એક પુત્ર આજે ગુજરી ગયો હતો.
સામાયિક પૂર્ણ કરીને તે જતા હતા, ત્યારે મહારાજે કહ્યું, “લાલાજી, આપનો એકનો એક પુત્ર ગુજરી ગયો અને તમને સહેજે પણ દુઃખ નથી ?”
તેમણે કહ્યું, “મારાજ, એ તો મહેમાન હતો. રંજ કઈ વાતનો કરું ? મારા ઘરમાં રહ્યો ત્યાં સુધી મેં તેના પ્રત્યે કર્તવ્યપાલન કર્યું. એક દિવસ તો તેણે જવાનું જ હતું. ચાલ્યો ગયો, પણ મારો હતો જ ક્યાં ? મારી સાથે તો માત્ર આ જન્મનો દૈહિક સંબંધ જ હતો.”
આ છે સમ્યગુદર્શનસંપન્ન વ્યક્તિના જીવનનું જીવંત ચિત્ર ! વાસ્તવમાં, સમ્યગુદૃષ્ટિ ધરાવનાર પોતાને દુનિયાની નાટ્યશાળાનો એક દ્રષ્ટા સમજે
સમ્યગદર્શનનો પ્રભાવ
૧૬૫
કે