________________
લેવાને કારણે તેમાં આસક્ત રહેતો નથી. પોતાની જાતને કેદી માનીને એમાંથી મુક્તિ મેળવવાની ભાવના રાખે છે. ધન-સંપત્તિની વચ્ચે કુટુંબ સાથે વસતો હોવા છતાં પણ મનોમન સમજે છે કે આ બધી વસ્તુઓ મારી નથી અને હું આ બધાનો નથી. આથી કહ્યું છે :
"१ रे समदृष्टि जीवडा करे कुटुंब प्रतिपाल ।
अन्तर से न्यारो रहे ज्यो धाय खिलावे बाल ॥" સમ્યગૃષ્ટિ જીવ પરમાર્થનું બહાનું કાઢીને પોતાના લૌકિક કર્તવ્યથી દૂર નાસી જતો નથી. ધર્મના નામે અકર્મણ્યતાને આશ્રય આપતો નથી અને પોતાની જવાબદારીથી ભાગી જતો નથી. મિથ્યાષ્ટિમાં તો આ વૃત્તિ કે દૃષ્ટિ હોતી નથી. તે કુટુંબની જંજાળમાં વધુ ને વધુ ફસાયેલો રહે છે અને મોહમાયાના ચક્કરમાં ભમ્યા કરે છે. તે એમ માને છે કે મારા વગર પરિવાર ચાલી કે ટકી શકે નહીં. *
સમ્યગુદૃષ્ટિ આદર્શ ઉદાહરણ તરીકે મર્યાદાપુરુષોત્તમ શ્રીરામને કહી શકાય. તેમણે વનવાસની વાત સાંભળીને કોઈ દુઃખ પ્રગટ કર્યું નહીં અને રાજ્યાભિષેકની વાત સાંભળીને હર્ષનો અતિરેક દાખવ્યો નહીં. બંને પરિસ્થિતિમાં તેઓ સમભાવ પર સ્થિર રહ્યા. મહેલ અને જંગલ બંને એમની દૃષ્ટિએ સમાન હતાં. પોતાના માટે રાજ્યાભિષેકને બદલે વનવાસનું વચન લેનારી માતા કૈકેયી પ્રતિ તેમણે રોષ કે દ્વેષ પ્રગટ કર્યો નહીં અને રાજ્યાભિષેકની વાત કરનાર પ્રત્યે મોહ કે આસક્તિ દાખવ્યો નહીં. શ્રીરામ અનિષ્ટમાંથી ઈષ્ટ શોધી લેતા હતા. કૈકેયી માતાના મુખેથી વનવાસની વાત સાંભળીને પણ તેમાંથી શ્રીરામે સારપ જ શોધી કાઢી કે તેથી હું મારો વિકાસ કરવા ઇચ્છતો હતો. અયોધ્યામાં રહીને આ શક્ય નહોતું, કિંતુ આરણ્યક લોકો અને ત્રષિમુનિઓના સત્સંગથી હવે શક્ય બની શકશે. માતાએ કેટલો સુંદર અવસર મને આપ્યો !
સમ્યગદર્શનપ્રાપ્તિ
સમ્યગુદર્શનની પ્રાપ્તિ પછી આત્મામાં એટલું પરિવર્તન ચોક્કસ આવે છે કે તે સ્વ અને પરનો ભેદ સારી રીતે કળી શકે છે. આ ભેદવિજ્ઞાન પછી આસક્તિ અત્યંત ઓછી થઈ જાય છે. પછી જીવનના દરેક ક્ષેત્રમાં તે અનાસક્ત થઈને દ્રણ અને તટસ્થ થઈને ચાલે છે. આવું થવાથી
રત્નત્રયીનાં અજવાળાં
૧૬૪