________________
છે. નાટ્યશાળાના મંચ પર અનેક દેશ્ય ભજવાય છે. એક રાજાની હાર થાય છે અને એકની જીત. પરંતુ દર્શકના મન પર હરજીતની કોઈ અસર થતી નથી. આ રીતે સમ્યગૃષ્ટિ ધરાવનાર વ્યક્તિ દુનિયાનાં દશ્યોને જોઈને હર્ષ કે શોક પ્રગટ કરતો નથી. નાટકમાં મળેલું રાજ્ય કે રાજ્યનાશ જેવી રીતે સત્ય નથી તેવી રીતે સમ્યગુદૃષ્ટિ પોતાને સાંપડેલાં વૈભવ, પદ, પ્રતિષ્ઠા કે સંતાન અથવા તો આ બધાના નાશને સત્ય માનતો નથી, બલ્લે બધાને પોતાનાથી પર સમજે છે અને તેથી જ તે મસ્તીથી જીવન જીવે છે.
મિથ્યાષ્ટિ ધરાવનાર આ બધાના સંયોગવિયોગને પોતાના માનીને હર્ષ યા શોક અનુભવે છે. જો પદાર્થના સત્યસ્વરૂપને ઓળખી લેવામાં આવે તો દુઃખનું નામનિશાન રહે નહીં. સમસ્ત પદાર્થોના સત્યસ્વરૂપ – તત્ત્વને ઓળખવું એ જ સમ્યગુદર્શન કે સમ્યકત્વ છે. પદાર્થના મૂળ સ્વરૂપની જાણકારી થવાથી વ્યક્તિ હેયને ત્યાજ્ય, શેયને જાણવા લાયક અને ઉપાદેયને ગ્રાહ્ય માને છે.
સમ્યગુદૃષ્ટિસંપન્ન સાધક સંસારમાં રહેતો હોવા છતાં સાંસારિકતામાં ફસાતો નથી, કારણ કે એ સમજે છે કે હું માત્ર આ સાંસારિક પદાર્થોનો ઉપયોગ કરવાનો અધિકારી છું. તેનો માલિક નથી. રોજ રોજ લાખો રૂપિયાની લેવડ-દેવડ મુનીમ કરે છે, પરંતુ લાખો રૂપિયા જવાથી કે આવવાથી તેને હર્ષ કે શોક થતો નથી.
માલિક પોતાની પાસે ધન-સંપત્તિ રાખતો નથી, કારણ કે તિજોરીની ચાવી મુનીમ પાસે રહે છે અને જરૂર પડ્યે માલિક મુનીમ પાસે મગાવે છે. નફો કે નુકસાન થાય, તો માલિકને દુ:ખ કે સુખ થશે, જ્યારે મુનીમને એવું કશું થતું નથી. તો મુનીમ જેવી દૃષ્ટિ પ્રાપ્ત કરો. સમ્યગૃષ્ટિ ધરાવનાર મુનીમ જેવું ચિંતન કરે છે.
આમ સમ્યગુદર્શનયુક્ત વ્યક્તિની દૃષ્ટિ પ્રાણીઓના માત્ર બાહ્ય આવરણ પર હોતી નથી, પણ તેની અંદર રહેલા આત્મતત્ત્વ પર કરેલી હોય છે અને આત્મતત્વની દૃષ્ટિએ બીજાં પ્રાણીઓને પણ પોતાના આત્મા સમાન ગણશે, આથી સમ્યગુદૃષ્ટિને લક્ષમાં રાખીને કહેવામાં આવ્યું છે –
मातृवत्परदारेषु परद्रव्येषु लोष्टवत् ।।
आत्मवत् सर्वभूतेषु यः पश्यति स पश्यति ॥ ૧૬૬
રત્નત્રયીનાં અજવાળાં
ક