________________
ખોઈ બેઠા અને એમની અંતર્દષ્ટિ ખૂલી ગઈ.
હવે તેઓ એમ વિચારવા લાગ્યા કે ભાગવતનું જ્ઞાન એ સંપત્તિ કે કીર્તિ કમાવાનું સાધન નથી. એ તો આત્માને આનંદ આપનારું અને ભગવદ્ભક્તિમાં આત્માને તરબોળ કરનારું છે. ‘શ્રીમદ્ ભાગવત'માં પંડિતજી એટલા બધા એક્લીન થઈ ગયા કે રાજા પાસે જવાનું તો શું, પણ ઘેર જવાનું ય ભૂલી ગયા. ધન અને કીર્તિની કામના ચાલી ગઈ. ભાગવત્પઠનમાં જ સમય વ્યતીત થવા લાગ્યો.
પંડિતની પત્નીને ચિંતા થવા લાગી કે પંડિતજીને હવે કોઈ વાતની ફિકર નથી, તો કુટુંબનો નિર્વાહ કેવી રીતે થશે ? તે રાજા પાસે પહોંચી અને આંખમાં આંસુ સાથે દુઃખની બધી વાત કહી. રાજા અત્યંત પ્રસન્ન થયા અને તેઓ જાતે સામે ચાલીને પંડિતજી પાસે પહોંચ્યા. પંડિતજીના ચહેરા પરનું અપૂર્વ તેજ જોઈને રાજાએ તેમના ચરણોમાં માથું નમાવીને ક્ષમા માગી.
પાંડિત્ય એક બાબત છે. દૃષ્ટિપૂર્વકનું જ્ઞાન સાવ જુદી વસ્તુ છે. સમ્યગ્દર્શન વિના પાંડિત્યયુક્ત જ્ઞાન પણ ઊંધા પાટે લઈ જાય છે, તે વાત આ ઉદાહરણથી યથાર્થ રીતે સમજાય છે.
સમ્યગ્દર્શનના અભાવે જ્ઞાન અને ચારિત્ર્ય પણ આત્માના મૂળ પ્રૌજનને સિદ્ધ નથી કરી શકતાં. તે ભવભ્રમણનો અંત લાવી શકતાં નથી, બલ્કે ઘણી વાર તે ભવભ્રમણનાં કારણ બને છે.
સમ્યગ્દર્શનના અભાવમાં કરેલી સાધનાનું મહત્ત્વ એકડા વિનાના મીંડા જેટલું છે. કોઈ પણ સંખ્યાની આગળ જો એકનો આંકડો હોય, તો તેના પર જેટલી વાર મીંડાં લગાડતાં જઈએ, તેટલી વાર તે દસગણી થતી જશે, પરંતુ જો એકનો આંકડો હટાવી લઈએ તો ગમે તેટલાં મીંડાં ઉમેરીએ, તેમ છતાં તે સંખ્યાનું મૂલ્ય શૂન્ય જ રહેશે. એ રીતે સમ્યગ્દર્શનરૂપી એકની સંખ્યાના અભાવમાં ચારિત્ર્ય અને જ્ઞાન માત્ર શૂન્ય જેવાં છે. સમ્યગ્દર્શનરૂપી એકનો આંકડો આગળ હોય તો જ્ઞાન અને ચારિત્રની કિંમત (ગુણસ્થાનની દૃષ્ટિએ) વધતી જાય છે.
સમ્યગ્દર્શન વિના સઘળું વ્યર્થ
એક વખત એક વાણિયો જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. રસ્તામાં
૧૫૨
રત્નત્રયીનાં અજવાળાં