________________
રહે છે. સમ્યગ્દર્શની દૃષ્ટિમાં વિકારી ભાવના નષ્ટ થઈ જાય છે અને અવિકારી ભાવના જાગે છે, પરિણામે જીવન અને જગતને તે સીધી, સરળ અને સમભાવની દૃષ્ટિએ નિહાળે છે. સંસાર-વ્યવહાર કરતો હોવા છતાં સમ્યગ્દૃષ્ટિને પરિણામે તેના તરફ અનાસક્ત રહેશે અને પાપ પ્રત્યે એના મનમાં ઘૃણા પેદા થઈ જશે, જો કે ચોથા ગુણસ્થાને રહેલા નથી, છતાં અનેક ખરાબ કાર્યથી દૂર રહેવા લાગે છે. લૌકિક, નૈતિક અને ધાર્મિક દૃષ્ટિએ નિન્દ એવા દારૂ, માંસાહાર, ચોરી, વ્યભિચાર વગેરે ખરાબ વ્યસનોને સમ્યગ્દષ્ટિ ધરાવનાર છોડી દે છે અને એ જ રીતે સ્થૂળ હિંસા, અસત્ય, ચોરી, કુશીલ વગેરે પાપોને તે છોડવા યોગ્ય માનીને એ પાપોનું આચરણ કરવામાં એની રુચિ રહેતી નથી, જોકે વ્રતના સ્વરૂપમાં તે અહિંસા વગેરે અણુવ્રતોનો સ્વીકાર કરતો નથી, તેમ છતાં મિથ્યાર્દષ્ટિની જેમ આ પાપોને સારા પણ સમજતો નથી અને કદાચ વિવશ થઈને આમાંથી કોઈ પાપસ્થાનનું આચરણ કરવું પડે, તો તે પોતાને ધિક્કારને પાત્ર ગણે છે.
સમ્યગ્દષ્ટિ જીવ પ્રત્યેક વાતને સરળતાથી લઈને એમાંથી શુભતત્ત્વ શોધી કાઢે છે, જ્યારે મિથ્યાર્દષ્ટિ ધરાવનાર સત્ય અને સરળ વાતને પણ ઊંધી રીતે લેશે.
એક વાર મહાત્મા ગાંધીજી સ્ટીમર દ્વારા ઇંગ્લૅન્ડ તરફ જઈ રહ્યા હતા. એ સ્ટિમરમાં મોટા ભાગના ગોરા પ્રવાસીઓ હતા અને એ સમયે બ્રિટિશ સામ્રાજ્યની જાહોજલાલીનો કાળ હોવાથી ગોરા લોકો કાળા લોકોની નિંદા, અપમાન અને મારપીટ કરવાનું ચૂક્તા નહીં. મહાત્મા ગાંધીને કાળો માણસ (ભારતીય) સમજીને એ જહાજ કંપની દ્વારા પ્રકાશિત થતી પત્રિકા માટે એક અંગ્રેજે લેખ લખ્યો, જેમાં ગાંધીજીની ભરપૂર નિંદા કરી હતી અને તે આક્ષેપોથી ભરપૂર હતો. લેખ પૂરો થવાથી એક
·
૧. ગુણૢસ્થાન – ગુણનું સ્થાન તે ગુણસ્થાન. ગુણ એટલે આત્માની દર્શન, જ્ઞાન, ચારિત્ર વગેરે શક્તિ; અને સ્થાન એટલે ભૂમિકા કે અવસ્થા. તાત્પર્ય કે આત્મશક્તિના વિકાસની જે ચડતી-ઊતરતી વિવિધ અવસ્થાઓ તે ગુણસ્થાન.
આત્મશક્તિના વિકાસની અવસ્થાઓ અસંખ્ય હોવાથી ગુણસ્થાનો પણ અસંખ્ય સંભવે છે પરંતુ સંક્ષેપમાં તેનું વર્ગીકરણ ચૌદ વિભાગોમાં થાય છે, એટલે શાસ્ત્રમાં ચૌદ ગુણસ્થાનનો વ્યવહાર પ્રસિદ્ધ છે.
૧૬૦
રત્નત્રયીનાં અજવાળાં