________________
મળે, ત્યારે પોતાનાં કર્મો કે ભાગ્યને દોષ આપશે કે અમે આટલી ક્રિયાઓ કરી, આટલાં બધાં કષ્ટ સહન કર્યા, આટલું તપ કર્યું, વ્રતપાલન કર્યું. આટલાં શાસ્ત્ર કંઠસ્થ કરી લીધાં, આટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું, પરંતુ હજી સુધી કોઈ સુંદર પરિણામ નથી આવ્યું. પરંતુ મૂળમાં જ ભૂલ છે એને સુધાર્યા વગર સુફળ આવશે ? મૂળમાં દર્શન સમ્યફ ન હોય, સુધરેલું ન હોય તો જ્ઞાન અને ચરિત્ર કેવી રીતે સારાં હોય? સાધનાનો પાયો – સમ્યગદર્શન
એટલા માટે એ કહેવામાં કશી અત્યુક્તિ નથી કે સમ્યગ્રદર્શન સાધનાના ભવ્ય મહેલનો પાયો છે. આ પાયા વિના સાધનાનો મહેલ ટકી શકે નહીં. સમ્યગદર્શનરૂપી પાયાના અભાવથી જ્ઞાન અને ચારિત્રની સાધનાનો મહેલ વહેમ, અંધવિશ્વાસ અને વ્યર્થ ક્રિયાકાંડોના પવનના થોડાક ઝપાટાથી જમીનદોસ્ત થઈ જશે. સમ્યગ્ગદર્શન વિનાનું માત્ર શુષ્ક જ્ઞાન આત્માને શાંતિ અર્પતું નથી અને સંસારના પરિભ્રમણચક્રમાંથી મુક્તિ અપાવી શકતું નથી. આ મુદ્દાને યથાર્થપણે સમજવા એક દષ્ટાંત જોઈએ :
એક કથાકાર પંડિતે રાજા સમક્ષ રાજમહેલમાં કથા સંભળાવવાની પોતાની ઈચ્છા પ્રગટ કરતાં કહ્યું, “રાજનું “શ્રીમદ્ ભાગવત એક ઉત્તમ ગ્રંથ છે. આપે કોઈ આચાર્ય દ્વારા અવશ્ય એનું શ્રવણ કરવું જોઈએ. આપની અનુમતિ હોય તો હું કથા સંભળાવું ! બધા જાણે છે કે મેં ધાર્મિક ગ્રંથોનું ગહન અધ્યયન કર્યું છે. કૃપા કરીને રાજમહેલમાં કથા સંભળાવવાની ઇચ્છા પૂર્ણ કરો. વળી વિદ્વાનોનો આદર-સત્કાર કરવો એ તો રાજાઓનો ધર્મ છે.”
બુદ્ધિમાન રાજવી પારખી ગયા કે પંડિતજી જ્ઞાની છે, પરંતુ એ જ્ઞાન પ્રગટ કરવાની એમની દૃષ્ટિ દૂષિત છે. ધન અને કીર્તિ મેળવવાની એમની એષણા એમના જ્ઞાનને દૂષિત કરી રહી છે. જો જ્ઞાનપ્રાપ્તિની સાથે તેમની દૃષ્ટિ પણ સમ્યક, સુચારુ અને સ્પષ્ટ હોત તો એ પોતાના જ્ઞાનનો ઢંઢેરો પીટવા માટે અહીંયાં આવ્યા ન હોત.
રાજાએ પંડિતને કહ્યું, “હું જરૂર આપની પાસે ભાગવત સાંભળવા ઈચ્છું છું, પરંતુ મારી એક વિનંતી છે કે આપ એ પવિત્ર ગ્રંથનું એક-બે વખત વિશેષ અધ્યયન કરીને અહીંયાં પધારવાની કૃપા કરો તો સારું.”
રત્નત્રયીનાં અજવાળાં
૧૫૦