________________
(૩) વાત્સલ્યનું પરસ્પર આદાનપ્રદાન :
સમાજમાં પરસ્પર વાત્સલ્યભાવ હોય તો જ સામાજિક ઉત્કર્ષ થઈ શકે. પરસ્પરને માટે વાત્સલ્યભાવ હશે, તો જ લોકો સમાજના ઉદ્ધારની વાતમાં રસ લેશે. સમાજમાં પછાત, દલિત, અસહાય, અનાથ, વિકલાંગ અને નિર્ધન વ્યક્તિઓ પ્રત્યે વાત્સલ્યભાવથી પ્રેરાઈને જ સાધન-સંપન્ન વર્ગ સામાજિક કુરૂઢિઓને બદલવા કે સુધારવા માટે પ્રયત્નશીલ થશે અને આવો સંપન્ન વર્ગ તેમની સેવા કરવાની ભાવનામાં વૃદ્ધિ કરશે.
સાધર્મી-વાત્સલ્યનો અર્થ આજે ઘણો સંકુચિત કરી નાખ્યો છે. સાધર્મીને માત્ર ભોજન કરાવવામાં જ સાધર્મી-વાત્સલ્યની ઇતિશ્રી થઈ જતી નથી. આદરપૂર્વક ભોજન કરાવવું એ વાત્સલ્યની વૃદ્ધિનું કારણ ગણાય, પરંતુ સાચા અર્થમાં સાધર્મી-વાત્સલ્યનો અર્થ તો છે સમાજના પછાત, અસહાય, નિધન અને બેકાર વ્યક્તિઓને ધંધો-રોજગાર કે નોકરી અપાવીને જરૂરી સહયોગ આપીને પોતાના સમાન બનાવવા. પોતાની નામના અને કીર્તિ માટે પોતાના સમાજના ભાઈઓને એક દિવસ માટે ભોજન કરાવવું અને ક્યારેક વિપત્તિના સમયે તેઓ સુખીસંપન્ન ભાઈઓ પાસે આવે, ત્યારે ભોજન કરાવવાની વાત તો દૂર રહી, કિંતુ ધક્કા મારીને અથવા તોછડો જવાબ આપીને અપમાનિત કરીને કાઢી મૂકવા તેને સાચું સાધર્મી-વાત્સલ્ય ગણાય ખરું ?
સાધર્મી-વાત્સલ્યનું પ્રાચીન જવલંત ઉદાહરણ માંડવગઢનું છે. બહારથી માંડવગઢમાં વસવાટ કરવા માટે આવેલી વ્યક્તિને દરેક ઘેરથી એક એક ઈટ અને એક એક રૂપિયો આપવામાં આવતો હતો. ઈટોથી તેનું રહેવાનું મકાન તૈયાર થઈ જતું અને રૂપિયાથી તેનો વ્યાપાર-ધંધો ચાલુ થઈ જતો. આમ સમાજ તરફથી સાથ પ્રાપ્ત કરનાર આગંતુક વ્યક્તિ સમાજના ઉત્થાનમાં હૃદય રેડીને કાર્ય કરતા હતા.
વાત્સલ્યનું પરસ્પર આદાનપ્રદાન સમાજોદ્ધારના કાર્યને અત્યંત સરળ અને સુલભ બનાવે છે. () સહયોગનું આદાનપ્રદાન :
સમાજમાં વિવિધ પ્રકારની શક્તિ ધરાવતી વ્યક્તિઓ હોય છે. કોઈની પાસે શ્રમની શક્તિ હોય છે તો કોઈની પાસે ધનની શક્તિ ૧૨૬
રત્નત્રયીનાં અજવાળાં