________________
એકના અભાવમાં બીજા પાસેથી કામ લઈ શકાતું નથી. ત્રણેનું જીવનમાં હેવું અને તે પણ સારી સ્થિતિમાં હોવું જરૂરી છે.
જો શરીર બીમાર પડી જાય, તો બુદ્ધિ અને હૃદય પણ ઢીલાં પડી જાય છે અને સરખી રીતે કામ કરી શકતાં નથી. જો બુદ્ધિ બગડી જાય, ચિત્તમાં પાગલપણું છવાઈ જાય કે નશો ચઢી જાય તો શરીર અને હૃદય પણ યોગ્ય રીતે કે સંનિષ્ઠાથી પોતાનું કાર્ય કરી શક્તાં નથી. એવી જ રીતે હૃદય બગડી જાય, હૃદયરોગનો હુમલો થાય અથવા હૃદય પર માનસિક દબાણ આવી જાય કે હૃદય સંકુચિત, અનુદાર અને સ્વાર્થી તથા ક્રૂર બની જાય, તો બુદ્ધિ અને શરીર પણ પોતાનું કાર્ય સરખી રીતે કરી શકતાં નથી, બલ્ક હૃદય અનુસાર તે પણ ક્રૂર, સ્વાર્થી અને અનુદાર બની જાય છે. - આમ આ ત્રણે દ્વારા સાધ્ય દર્શન, જ્ઞાન અને ચારિત્ર સાધનામય જીવનમાં અનુસૂત હોવા જોઈએ અને સુપેરે હોવું જરૂરી છે. એકના અભાવમાં બાકીનાં બેથી કામ વ્યવસ્થિત રીતે ચાલશે નહીં. સાધનાજીવનમાં માત્ર ચારિત્ર્ય જ હોય અને જ્ઞાન અને દર્શનનો અભાવ હોય, તો ચારિત્ર્ય વહેમો અને અંધવિશ્વાસથી ભરેલું આંધળું આચરણ માત્ર જ હશે. એ ચારિત્ર્યથી સાધનાપથ યોગ્ય રીતે નક્કી કરી શકાતો નથી. સાધકના માર્ગમાં અંધકાર અને અવરોધ જાગશે અને મુક્તિના ધ્યેયને પહોંચી નહીં શકાય. માત્ર ચારિત્ર્યનો માર્ગ અંધ છે. જ્ઞાનના અભાવથી તેને મુક્તિરૂપી ફળ સૂઝતું નથી અને દર્શનના અભાવથી તે લાચાર, શ્રદ્ધાહીન અને ઉત્સાહરહિત બનીને યથેચ્છ ફળની પ્રાપ્તિ કરી શકશે નહીં. દશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે –
अन्नाणी किं काही किंवा नाही य सेयपावगं । બિચારો અજ્ઞાની જીવ શું કરી શકે? અથવા તે પોતાના કલ્યાણ કે અકલ્યાણને (જ્ઞાનના અભાવમાં) કેવી રીતે જાણી શકે ? જ્ઞાન વિના શુષ્ક ક્રિયા એટલે કે ચારિત્ર્યની આરાધના યોગ્ય રીતે થઈ શકતી નથી.”
એ રીતે ચારિત્ર્યના અભાવમાં માત્ર જ્ઞાનનો કશો અર્થ નથી. એકલું દર્શન પણ કશું કરી શકતું નથી. શુષ્ક જ્ઞાન વધારનાર વ્યક્તિઓ દર્શન અને ચારિત્ર્યના અભાવમાં પોતાનું જીવન પવિત્ર બનાવી શકતી નથી અને અત્યંત પાપકર્મ કર્યા કરે છે. જ્ઞાનથી એવો આત્મસંતોષ મેળવે છે ૧૩૮
રત્નત્રયીનાં અજવાળાં