________________
જરૂર ફળ તોડી શકે.”
આંધળાએ એની વાતનો સ્વીકાર કર્યો અને પોતાના ખભા પર પંગુને બેસાડીને તેના કહેવા મુજબ ચાલતો ચાલતો વૃક્ષ પાસે પહોંચ્યો અને પંગુએ લટક્તાં ફળોમાંથી પાકાં-પાકાં ફળ તોડ્યાં. બંનેએ દરવાજા પાસે બેસીને પેટ ભરીને ફળ ખાધાં. મોક્ષપ્રાપ્તિનો માર્ગ
જો અંધે પંગુને પોતાના ખભા પર બેસાડવાની ના પાડી હોત અને પંગુએ અંધને રસ્તો બતાવીને વૃક્ષની પાસે પહોંચવાનો રસ્તો દર્શાવ્યો ન હોત તો બંને ફળોથી વંચિત રહેત. અંધ અને પંગુ બંનેનો સંયોગ બંનેને માટે કલ્યાણકારી બન્યો. એ જ રીતે જ્ઞાન (દર્શન) અને ચારિત્ર્ય બંનેનો સંયોગ જ મોક્ષનું ફળ પ્રાપ્ત કરાવી શકે. એકલું જ્ઞાન પંગુ છે. તે ચાલવામાં અસમર્થ છે અને એકલું ચારિત્ર્ય આંધળું છે, કારણ કે તેને રસ્તો દેખાતો નથી અને ફળ પણ દેખાતાં નથી. બંને સાથે મળીને કામ ન કરે તો બંને પોતાની મોક્ષ-ફળની ભૂખ મિટાવી શકે નહીં. બંને સાથે મળીને કામ કરે તો જ તેમને મોક્ષફળની પ્રાપ્તિ થઈ શકે.
આમ એકલા દર્શનથી પણ કાર્યસિદ્ધિ થતી નથી. ચારિત્ર્ય અને જ્ઞાનના અભાવથી અંધવિશ્વાસ, વહેમ અને પ્રમાદના ચક્રમાં ફસાયેલું દર્શન શું કરી શકે ? તે એકલું મોક્ષફળને પ્રાપ્ત કરી શકતું નથી. જો માત્ર દર્શન જ મોક્ષ પ્રાપ્ત કરાવી શકે અને જ્ઞાન તથા ચારિત્ર્યની જરૂર ન રહે તો સમ્યગૃષ્ટિના ચતુર્થ ગુણસ્થાનથી જ મોક્ષ પ્રાપ્ત થઈ જાત. પાંચમાથી શરૂ કરીને બારમા-તેરમા ગુણસ્થાન સુધીની પ્રાપ્તિ માટે ચારિત્ર્યપાલનરૂપ પુરુષાર્થ કરવાની જરૂર રહેતી નહીં. આ કારણે મોક્ષપ્રાપ્તિ માટે સમ્યગુદર્શન સાથે સમ્યગૃજ્ઞાન અને સમ્યફચારિત્ર્યની અનિવાર્યતા દર્શાવવામાં આવી છે. આથી જ “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'ના ૨૮મા અધ્યાયની ૩૦મી ગાથામાં કહ્યું છે -
नादंसणिस्स नाणं, नाणेणा विणा न हुँति चरण गुणा ।
अगुणिस्स नत्थि मोक्खो, नत्थि अमोक्खस्स निव्वाणं ॥ “દર્શન વિના જ્ઞાન - સમ્યગૃજ્ઞાન હોતું નથી, પણ અજ્ઞાન જ રહે છે. જ્ઞાન વિના ચારિત્ર્યગુણ જીવનમાં સમ્યકરૂપથી આવતો નથી. ૧૪૦ ૪
છે રત્નત્રયીનાં અજવાળાં