________________
દેવાય તો મુક્તિ અર્થાત્ વિકાસના અંતિમ શિખરે પહોંચવું શક્ય નથી.
બહેનો ટિપોઈ પર માટલું રાખે છે. જો ટિપોઈનો એક પણ પાયો કાઢી નાખવામાં આવે તો માટલું ઢળી પડશે અને પાણી ઢોળાઈ જશે. એ જ રીતે અધ્યાત્મરસથી પરિપૂર્ણ મોક્ષરૂપી કળશ પણ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રની ટિપોઈ પર આધારિત છે. જો એક પણ પાયો કાઢી નાખવામાં આવે, તો મોક્ષરૂપી ક્ળશ અધ્યાત્મરસથી ભરેલો રહી શકે નહીં અને તે નીચે ઢોળાઈ જશે.
જૈનશાસ્ત્ર કહે છે કે અગિયારમા ગુણસ્થાનમાં પહોંચેલો સાધક, આ ટિપોઈનો એક પણ પાયો નબળો થવાથી ધડામ કરીને પડીને બીજા ગુણસ્થાનમાં આવી પહોંચે છે, કારણ કે સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્ર એ ત્રણે આત્માના નિજી ગુણ છે. પોતાના ગુણની ક્ષતિ થવાથી, ઓછા થવાથી અથવા હટી જવાથી તો આત્મા નીચે પડશે જ. હકીક્તમાં આત્માનો સ્વભાવ ઊર્ધ્વગમન કરવાનો છે અને તે ઊર્ધ્વગમન આ ત્રણેના સંગમથી કરે છે.
આ ત્રણેની સંગતિ ન હોય, અથવા તો ત્રણમાંથી કોઈ એક અથવા બે ન હોય તો જીવનમાં વર્ષો સુધી સાધના કરતા રહેવા છતાં પણ સાધક આગળ વધી શકતો નથી. જ્યારે આ ત્રણેનું રહસ્ય જાણી લે છે, ત્યારે જ સાધનાપથ પર આગળ વધી શકે છે.
આચાર્ય શય્યભવ વિશે એમ કહેવાય છે કે તેઓ વેદવાદી ક્ટર બ્રાહ્મણ હતા. એક વાર તેઓ મહાન યજ્ઞ કરી રહ્યા હતા. એટલામાં આચાર્ય પ્રભવના શિષ્યોએ ત્યાંથી પસાર થતાં કહ્યું, “અહો મહો દં, તત્ત્વ ન જ્ઞાતે ।”
શય્યભવના પાંડિત્યને આ પડકાર હતો.
એણે વિચાર્યું, હું આટલો માટો પંડિત અને જૈનમુનિ કહે છે કે હજી તત્ત્વ નથી જાણતો. આ માચ ગર્વ પર કારમો આઘાત ગણાય.’’
આચાર્યએ તરત જ જૈનમુનિઓને પૂછ્યું, “તત્ત્વ-તત્ત્વ શું કરી રહ્યા છો ? બતાવો તો ખરા કે તત્ત્વ શું છે ?''
જૈનમુનિએ જવાબ આપ્યો, એ તો અમારા ગુરુ કહેશે કે તત્ત્વ શું છે. તત્ત્વ જાણવું હોય તો તેમની ચરણસેવા કરો.'''
રત્નત્રયનો પ્રકાશ
૧૪૫