________________
એને યાદ આવ્યું કે એ મરાઠી બહેને તો સફેદ સાડી પહેરી હતી અને મેં તો લાલ સાડી પહેરી છે, આથી એણે તરત જ સફેદ સાડી પહેરી લીધી, આમ છતાંય પૂરણપોળી તૈયાર ન થઈ. વળી તેને યાદ આવ્યું કે એ બહેને ઘરેણાં પહેર્યા નહોતાં અને મેં તો ઘરેણાં પહેર્યા છે. તેથી તેણે ઘરેણાં ઉતારી નાખ્યાં. આમ છતાંય પૂરણપોળી બની નહીં.
થોડી ક્ષણો પછી તેને સૂઝયું કે એ બહેનના માથા પર વાળ નહોતા અને મારા માથા પર તો વાળ છે. એને એ ખબર નહોતી કે મહારાષ્ટ્રમાં વિધવા સ્ત્રીઓ મુંડન કરાવે છે, તેથી એ બાઈએ પોતાના પતિને બોલાવીને કહ્યું,
“મારા વાળ કાપી નાખો, જેથી પૂરણપોળી તૈયાર થઈ શકે.” પતિમહોદય મૂંઝવણમાં પડી ગયા કે હવે શું કરવું?
એટલામાં એમની પડોશમાં રહેતી એક મરાઠી બહેન આવી. તેણે આ બધી ધમાલ જોઈને પૂછ્યું, “શું વાત છે?”
મદ્રાસી સન્નારીએ કહ્યું, “અરે ! આટલું આટલું કર્યા છતાં પણ પૂરણપોળી બનતી નથી એ જ મોટી ચિંતા છે.”
તેણે બધી વાત સાંભળી અને હસતાં હસતાં બોલી,
“પૂરણપોળી બનાવવા માટે અમુક પોશાક પહેરવાની જરૂર નથી કે ઘરેણાં અને વાળ ઉતારવાની પણ જરૂર નથી. એના માટે તો પહેલાં જરૂર છે આત્મવિશ્વાસની, પછી વિધિની જાણકારીની અને ત્યારબાદ તે પ્રમાણે ક્રિયા કરવાની. લાવો આ મહેમાનો માટે હું પૂરણપોળી બનાવી આપું છું.”
હવે મદ્રાસી દંપતીને સારી રીતે સમજાઈ ગયું કે પૂરણપોળી માટે કઈ વસ્તુઓની જરૂર પડે છે.
આ રીતે મુક્તિ કાજે અમુક વેશ પહેરવાની, માથું મુંડાવવાની કે ઘરેણાં ઉતારવાની જરૂર નથી. જરૂર છે સભ્યશ્રદ્ધા, સમ્યગૃજ્ઞાન અને સમ્યફ આચરણની. ત્રિવેણી સંગમથી ઊર્ધ્વગમન
મનુષ્ય જીવનનું વાસ્તવિક લક્ષ્ય તો જીવનનો સર્વાંગીણ વિકાસ કરીને એના ચરમશિખરે પહોંચવાનું છે. આ માટે સમ્યગદર્શન, સમ્યગુજ્ઞાન અને સચ્ચરિત્ર - આ ત્રણે અપેક્ષિત છે. જો ત્રણમાંથી એકને પણ છોડી
૧૪
રત્નત્રયીનાં અજવાળાં