________________
કે અમે સઘળું જાણી લીધું છે. આવા લોકો પણ મુક્તિથી દૂર રહે છે. આવા જ લોકો માટે શાસ્ત્રમાં કહ્યું છે –
"भणंता अकरता य बन्धमोक्खपइण्णिणो ।
वायावीरियमे तेण समासासेंति अप्पयं ॥" “જ્ઞાનથી જ બંધ અને મોક્ષ માનનારા લોકો કહે છે, પણ કરતા નથી. તેઓ માત્ર પોતાની વાણીની શૂરવીરતાથી પોતાના આત્માને આશ્વાસન આપતા રહે છે.” શાન અને દર્શનનો યોગ
આનો અર્થ એ કે જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, કિંતુ દર્શન(શ્રદ્ધા)ના અભાવને લીધે તે પ્રમાણે આચરણ કરતા નથી, અને માત્ર જ્ઞાન પ્રાપ્ત કરીને પોતાના આત્માને એવું આશ્વાસન આપે છે કે અમે બંધન અને મોલ શું છે એ જાણી લીધું છે તેમ જ એટલાથી બેડો પાર થઈ જશે, તેવા નિર્બળ આત્માઓ પોતાની જાત સાથે દગો ખેલે છે, બ સમાજ સાથે પણ દગો કરે છે. જ્ઞાની પુરુષોની દૃષ્ટિમાં આવા લોકો મોક્ષમાર્ગના સમ્યફ આરાધક નથી ને તેથી તેઓને મોક્ષફળની પ્રાપ્તિ થતી નથી. આ વિશે શાસ્ત્રોમાં એક સુંદર દેત મળે છે
એક ગામમાં ધનિક જમીનદારે વિશાળ બગીચો બનાવ્યો અને તેમાં જુદાંજુદાં વૃક્ષ અને છોડ રોપાવ્યાં. બગીચાની સંભાળ માટે તેણે બે ચોકીદાર રાખ્યા. એક હતો અંધ અને બીજી અપંગ (લંગડો). જમીનદારે વિચાર્યું કે આ બંને ચોકીદારો બગીચાના દરવાજા પાસે બેસીને ચોકી કરશે અને વળી તેઓ જાતે ફળ ખાઈ શકશે નહીં અને બીજાને ખાવા પણ દેશે નહીં. આ બંને યોગ્ય રીતે બગીચાની રક્ષા કરશે એમ વિચારીને નિશ્ચિત થઈને જમીનદાર પોતાના ઘેર ગયો. સમય વીતતાં છોડ-વૃક્ષ પર ફળ-ફૂલ આવ્યાં. પૂર્ણિમાની રાત્રી હતી. બગીચા પર ચાંદની રેલાતી હતી અને સુમધુર ફળ ચમકી રહ્યાં હતાં. ત્યારે પંગુએ અંધને કહ્યું, “ભાઈ, કેવાં મધુર ફળ આવ્યાં છે.”
અંધે કહ્યું, “તો પછી લાવતો કેમ નથી? આપણે સાથે મળીને ખાઈએ.”
પંગુ ઊંડો નિઃશ્વાસ નાખીને બોલ્યો, “ઓહ ! હું ચાલી નથી શકતો. ફળ કેવી રીતે લાવું? હા, જો તું મને તારા ખભા પર બેસાડે તો રત્નત્રયનો પ્રકાશ
૧૩૯
ક