________________
તેઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલયને ઉડાવી દેવા તત્પર થયા હતા. સમાજનું ભાગ્ય પ્રબળ હોવાથી સમાજના અગ્રેસોએ મારી વાત પર લક્ષ આપીને આ વિદ્યાલયના વિકાસ કાજે પ્રયત્નો કર્યો. આજે તમે એનું મધુર ફળ આસ્વાદી રહ્યા છો. શ્રી મહાવીર જૈન વિદ્યાલયને કારણે હજારો યુવકો વિદ્યા પ્રાપ્ત કરીને આજે પોતાનું જીવન સુખપૂર્વક અને ધર્મમય રીતે વિતાવે છે. ટીપે ટીપે સરોવર ભરાય.' કહેવત ઉપર ધ્યાન આપીને તમારે સમાજના ઉત્કર્ષ માટે યથાશક્તિ સંપત્તિ અને સાધનનો ઉપયોગ કરીને માનવજીવન સાર્થક કરવું જોઈ.
સમાજોદ્ધારના આ મૂળ મંત્રોને ધ્યાનમાં રાખીને સામાજિક પ્રગતિના કાર્યમાં તમે તન, મન, ધનથી પ્રયત્ન કરશો, તો તમારા પુણ્યમાં વૃદ્ધિ તો થશે જ, બલ્કે એની સાથોસાથ સમાજમાં ધર્મની વૃદ્ધિ થશે, સર્વાંગીણ વિકાસનાં દ્વાર ખૂલશે અને તે સમાજને મોક્ષમાર્ગ તરફ લઈ જશે, એમાં કોઈ શંકા નથી.
૧૩૬
સ્થળ : ચોપાટી મેદાન, મુંબઈ સમય : વિ.સં. ૨૦૦૬, ભાદ્રપદ વદ ૬, રવિવાર
રત્નત્રયીનાં અજવાળાં