________________
લાખો યુવતીઓનું લોહી પીધું છે અને એમના જીવનનું સત્યાનાશ વાળ્યું છે, તેથી આ પાપને પણ જેટલું બને તેટલું જલદીથી વિદાય આપો. ખર્ચાળ રીત-રિવાજ
અત્યારે મોંઘવારીના સમયમાં વિવાહ, જન્મ, મૃત્યુ, ઉત્સવ કે કોઈ ખાસ અવસરે ઘણા ખર્ચાળ રીતરિવાજ પ્રચલિત છે. આ ખર્ચના બોજથી મધ્યમવર્ગની કમર એટલી તો વાંકી વળી ગઈ છે કે હવે તે વધારે સહન કરી શકે તેમ નથી. બિચારો કરજ કરીને, મકાન, ઘરેણાં વગેરે ગીરવે મૂકીને લાચારીથી સમાજમાં પોતાની આબરૂ જાળવવા માટે આવા પ્રસંગોએ રીતરિવાજના ખપ્પરમાં હજારો રૂપિયા હોમે છે.
પરિણામ એ આવે છે કે તે ઘરમાં પેટ ભરીને ખાઈ નથી શકતો, બાળકોને પૂરું શિક્ષણ આપી શક્તો નથી. પોતાના માટે કે કુટુંબ માટે કપડાં ખરીદી શક્તો નથી, કારણ કે સમાજમાં હજી આ રીતરિવાજ પ્રચલિત છે, હજી સુધી તેને સમાજનિકાલ આપવામાં આવ્યો નથી, તેથી તેને સમાજમાં પોતાની આબરૂ જાળવવા ખર્ચની ચક્કીમાં પિસાવું પડે છે, તેથી ઝડપથી આવી સમાજમાં પ્રચલિત કુપ્રથાઓનો અંત લાવવો જોઈએ. મૃત્યુભોજનની પ્રથા પણ એટલી ભયંકર છે કે, ક્યાંક ક્યાંક તો સમાજના પ્રતિષ્ઠિત લોકો દ્વારા, મૃતકના કુટુંબીઓને મેણાં મારી મારીને, દબાણ કરીને, પરાણે આ રિવાજનું પાલન કરાવાય છે. કર્તવ્યનિર્દેશ
એક બાજુ આવી નિરર્થક અને ખર્ચાળ કુપ્રથાઓમાં સમાજના લાખો રૂપિયા વેડફવામાં આવે છે, તો બીજી બાજુ આપણાં સંતાનો નિરક્ષર રહે છે. શિક્ષણની બાબતમાં આપણો સમાજ બીજા સમાજ કરતાં ઘણો પાછળ છે. શિક્ષણક્ષેત્રે પછાત રહેતો સમાજ ઉદ્યોગધંધા, આધુનિક યંત્રો વગેરેના જ્ઞાન-વિજ્ઞાનમાં પ્રગતિ સાધી શકતો નથી.
સમાજનું આ પછાતપણું નવી પેઢીના વિકાસને રૂંધે છે, આથી ખર્ચાળ અને નિરર્થક કુપ્રથાઓ સમાન શિક્ષણ માટે મોકલે હાથે ખર્ચવી જોઈએ. વિદ્યાદાનમાં ખર્ચાયેલું ધન વ્યર્થ જતું નથી. તમારી સામે મહાવીર વિદ્યાલયનું દૃષ્ટાંત છે કે પ્રારંભે રૂઢિચુસ્ત બનીને આ વિદ્યાદાનનો કેટલો બધો વિરોધ કરતા હતા? વિરોધની એટલી આંધી જગાવવામાં આવી કે સમાજોદ્ધારનો મૂળમંત્ર
૧૩૫