________________
મેણાં સાંભળવાં પડે છે. ગાળો સહેવી પડે છે અને પતિની હેરાનગતિનો ભોગ બનવું પડે છે એને વિવિધ યાતનાઓ અપાય છે. માર મારવામાં આવે છે તથા મારી નાખવાની ધમકી અપાય છે અને કેટલીય જગ્યાએ તો સાચે જ મારી નાખવામાં આવે છે. તો શું આવું પાપકર્મ, આટલી ભયંકર હિંસા કોઈ પણ ધર્મને માનનાર આસ્તિક પુરુષ કરી શકે ખરો ? પરંતુ સમાજમાં આવી કુપ્રથાને ખુલ્લેઆમ પ્રચલિત થતી જોવા છતાં તેને સહન કરવામાં આવે છે, બલ્કે ધનિક વ્યક્તિઓ પોતાની છોકરીઓને પોતાના બરાબરિયા લોકોને ઘેર પરણાવવા માટે મોટી-મોટી રકમ વરપક્ષને આપે છે અને આ કુપ્રથાને ચાલુ રાખે છે. આ ભયંકર પાપી રિવાજને પુણ્યપ્રાપ્તિનો ઢોળ ચઢાવીને ચાલુ રખાય છે. જે સમાજમાં છોકરા-છોકરીને મોંમાગ્યા પૈસાથી વેચવામાં આવે છે, તે સમાજનું અધઃપતન ન થાય તો બીજું શું થાય ? આવા કુરિવાજોને તો જેમ બને તેમ ઝડપથી સમાજમાંથી ધક્કા મારીને કાઢવા જોઈએ.
બાળવિવાહ અને વૃદ્ધવિવાહ
આ બંને અનિષ્ટ સમાજના વિકાસમાં ઘાતક છે. સમાજને નિર્વીર્ય અને નિર્બળ બનાવનાર છે. આનાં અનિષ્ટકારક પરિણામો તો તમે જાણો જ છો. બાળવિવાહથી કસમયે કાચું વીર્ય નષ્ટ થઈ જવાથી ઘણા રોગ થાય છે. કસમયે જ વૃદ્ઘ કે પુરુષત્વહીનતા વગેરે આવે છે. અને સંતાન પણ નિર્વીર્ય પેદા થાય છે. વૃદ્ધવિવાહ તો જાણીજોઈને કોડભરી યુવાન ન્યાના જીવનમાં આગ ચાંપવા જેવી વાત છે. એનાથી તો ન્યાને વૈધવ્ય, અસહાયતા, પરાધીનતા જેવાં દુ:ખો ઘેરી લે છે. કેટલાંય માતા-પિતા ધનના લોભમાં અથવા તો પોતાની પુત્રીને પુષ્કળ ઘરેણાં અને સાધન-સામગ્રી સાંપડશે, એવા પ્રલોભનમાં વૃદ્ધના ગળે વળગાડી દે છે. સમાજસુધારકોએ આ રિવાજને સમાજમાંથી તત્કાળ તિલાંજલિ આપવી જોઈએ.
કરિયાવર
કરિયાવરની પ્રથા સમાજ માટે અત્યંત ઘાતક છે. કન્યાપક્ષવાળા સ્વેચ્છાથી જે ઇચ્છે તે આપે, પરંતુ તેનો દેખાડો કરવો જોઈએ નહીં. વરપક્ષવાળા તેમના પર એવું દબાણ ન લાવે કે તમે આટલી રકમ આપશો નહીં, તો અમે તમારી છોકરી નહીં લઈએ. દહેજના દાનવે રત્નત્રયીનાં અજવાળાં
૧૩૪