________________
જૂના રીતરિવાજો સાથે ધર્મને એવી રીતે જોડી દેવામાં આવ્યો છે કે લોકો તે કુરિવાજોનો ત્યાગ કરવામાં ખચકાટ અનુભવે છે.
વાસ્તવમાં આ રીતરિવાજોને ધર્મ સાથે કોઈ વિશિષ્ટ સંબંધ નથી, બલ્કે આવા અહિતકર અને સમાજના પછાત વર્ગો માટે ત્રાસદાયક રીતરિવાજોને વળગી રહેવાથી અધર્મ જ થાય છે. જેમકે અસ્પૃશ્યતાની માન્યતા. હરિજનને અડી જવાથી ધર્મ જતો રહે, એ કુરિવાજ કેટલો ભયંકર, યુગવિરોધી અને અસમાનતાના અનિષ્ટને વધારનારો છે. પોતાના મૃત સંબંધીની પાછળ મહિનાઓ સુધી રડવાની અને છાતી કૂટવાની કુપ્રથા પણ સમાજનું પછાતપણું સૂચવે છે. આવા કુરિવાજોને શોધી શોધીને સમાજમાંથી હકાલપટ્ટી આપવી જોઈએ.
કેટલીક હાનિકારક પ્રથાઓ પાશ્ચાત્ય સભ્યતાના પ્રવાહની સાથે સમાજમાં ક્યાંક ક્યાંક પ્રવેશેલી જોવા મળે છે. જેમ કે લગ્ન પૂર્વે છોકરા-છોકરીના થતા અતિ સંપર્કો. આવી કુપ્રથાઓ ભારતીય સંસ્કૃતિ અને નીતિની વિરુદ્ધ હોવાથી સમાજમાં ત્યાજ્ય હોવી જોઈએ. આમ સમાજ માટે હાનિકારક, અહિતકર, ખર્ચાળ, વિકાસઘાતક, ભારતીય સંસ્કૃતિ અને નીતિની વિરુદ્ધ અને યુગથી વિરોધી, વર્તમાન યુગ માટે અનાવશ્યક એવા રીતરિવાજો અથવા તો તદ્દન વ્યર્થ કે વિકૃતિયુક્ત કુપ્રથાઓમાં અવશ્ય પરિવર્તન કરવું જોઈએ.
વિકાસમાં લાગેલી ઊધઈ
સમાજની વર્તમાન પરિસ્થિતિ જોતાં કેટલીક સામાજિક કુપ્રથાઓ તરફ નજર કરીએ.
સમાજના વિકાસમાં લાગેલી આ ઊધઈ છે. સમાજની ઉન્નતિમાં આવા કુરિવાજો અવરોધરૂપ પથ્થર સમાન છે, એટલે તેમનામાં પરિવર્તન કરવાની જરૂર છે. કેટલીક કુપ્રથાઓ આ પ્રમાણે છે.
કન્યાવિક્રય ઃ કન્યાવિક્રય એટલે વરપક્ષ પાસેથી ધન લઈને પોતાની કન્યા આપવી. એની પાછળ હેતુ એ હતો કે કોઈ કન્યાવાળા નિર્ધન હોય તો તે પૈસાથી છોકરીના લગ્નનો ખર્ચો કાઢી શકે, પરંતુ તે ધનને કોઈ પોતાના ઘરમાં રાખતા ન હતા. લગ્નના ખર્ચ માટે લાચારીવશ થઈને રકમ લેતા શરમ અનુભવતા હતા. એથી ઊલટું કન્યાદાન કરવામાં
૧૩૨
રત્નત્રયીનાં અજવાળાં