________________
બંધાઈને ઘસડાતો ચાલે છે. લક્ષ્ય પર તો બંને પહોંચે છે, પરંતુ બંનેના ચાલવામાં અને પહોંચવામાં જેવું અંતર છે તેવું જ અંતર આ બંને પરિવર્તનોમાં છે.
એક બીમાર થઈને સૂઈ જાય અને બીજો થાકીને સૂઈ જાય. થાકીને સૂનારો ગાઢ નિદ્રા લઈને સ્કૂર્તિ પ્રાપ્ત કરે છે, જ્યારે બીમારને વિવશ થઈને સૂઈ જવું પડે છે.
આપણામાં આજે પણ પરિવર્તન થઈ રહ્યું છે, પરંતુ તે થાય છે અવિવેકપૂર્વક. પરિણામે સમાજની પ્રથાઓ, રીતરિવાજો, નિયમો અને રૂઢિઓ યુગસંદર્ભ વિનાની, દંભ વધારનારી, વિકાસમાં અવરોધરૂપ, અત્યંત ખર્ચાળ, અહિતકર અથવા તો નિરર્થક બની ગઈ છે. દેશ, કાળ, પરિસ્થિતિ વગેરેને જોઈને એને તત્કાળ બદલવાનો કે સુધારવાનો શુભ સંકલ્પ કરવો જોઈએ. પોતાની અહિતકર પ્રથાઓને બદલીને હિતકર પ્રથાઓને પ્રચલિત કરે છે તે જ સમાજ જીવંત કહેવાય અને એ જ ઉન્નતિ અને પ્રગતિ કરી શકે છે.
સમાજના પાયાના સિદ્ધાંતોમાં કોઈ પરિવર્તન થતું નથી, પરંતુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને પરિસ્થિતિ અનુસાર એના બાહ્ય રૂપમાં પરિવર્તન કરતા રહેવું જોઈએ. આમ થાય તો જ સમાજોદ્ધારનું કામ સતત ચાલુ રહે છે. ઋતુ પ્રમાણે પહેરવેશ બદલવા છતાં વ્યક્તિમાં કોઈ પરિવર્તન થતું નથી, એ જ રીતે સમાજમાં સામાજિક પ્રથાઓમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અનુસાર પરિવર્તન થવા છતાં પણ સમાજ તો એનો એ જ રહે છે, બલ્ક સમાજનું જીવન ઉન્નત બને છે. આથી સમાજોદ્ધાર માટે આ તત્ત્વ તો અનિવાર્ય છે. આવા શુભ સંકલ્પોના બળ પર જ સમાજ સુદૃઢ બને છે.
વર્તમાન યુગ ક્રાંતિનો યુગ છે. આ યુગમાં માનવજીવનનાં બધાં ક્ષેત્રોમાં ક્રાંતિકારી પરિવર્તન થઈ રહ્યાં છે. અસંભવ લાગતી વસ્તુઓ સંભવ થવા લાગી છે. રાજનૈતિક, આર્થિક વગેરે ક્ષેત્રોમાં ક્રાંતિ થઈ રહી છે અને સામાજિક ક્ષેત્ર પણ ક્રાંતિની અસરથી મુક્ત રહી શક્યું નથી. આમ છતાં એમ કહેવું જોઈએ કે સામાજિક ક્ષેત્રમાં સંતોષજનક સુધારા નથી થયા. કેટલીય સામાજિક પ્રથાઓમાં નવા જમાના પ્રમાણે કરાયેલા સુધારા ધર્મની ઉપેક્ષા કરીને કરાયા છે. કેટલીક જગાએ અહિતકર એવા
સમાજોદ્ધારનો મૂળમંત્ર .
૧૩૧