________________
હોય છે. કોઈ વિદ્યા(જ્ઞાન)ની શક્તિ ધરાવે છે અને કોઈ શારીરિક રીતે બળવાન હોય છે, પરંતુ પરસ્પરના સહયોગના અભાવે આ સઘળી શક્તિ અલગ અલગ રહીને કંઠિત થઈ જાય છે. પોતાનામાં જ સીમિત રહીને વ્યક્તિગત તુચ્છ સ્વાર્થોમાં રચ્યાપચ્યા રહે છે. સમાજની ઉન્નતિના કાર્યમાં કોઈ પોતાની શક્તિનું પ્રદાન કરવા તૈયાર થતું નથી. પરિણામે સમાજ નિર્બળ અને કાયર બની જાય છે. કોઈ પણ વ્યક્તિ આવા સમાજને દબાવી, હરાવી કે તેના પર પ્રભુત્વ મેળવીને તેને ગુલામ બનાવી શકે છે. પ્રગતિની ઘોડદોડમાં આવો નિર્બળ અને ડરપોક સમાજ પાછળ પડી જાય છે. સમાજમાં પરસ્પરના સહયોગના અભાવને કારણે તુચ્છ, સ્વાર્થી અને સ્વકેન્દ્રી લોકો કેટલું મોટું નુકસાન કરે છે, તેનું એક દષ્ટાંત જોઈએ.
પાંચસો ઘરની વસ્તીવાળા એક ગામમાં તમામ જ્ઞાતિના લોકો વસતા હતા. બધા જ પોતપોતાની આજીવિકાના કામમાં ડૂબેલા રહેતા હતા. ગામની ઉન્નતિ, સુરક્ષા કે વ્યવસ્થાની કોઈને ખાસ ચિંતા ન હતી. સહુ પોતપોતાના તુચ્છ સ્વાર્થમાં રત હતા. કોઈ વિશિષ્ટ પ્રસંગે પણ કોઈ કોઈને મદદરૂપ થતા નહોતા. ચાર ડાકુઓની એક ટુકડીએ એક વાર ગ્રામજનોને ચેતવણી આપી.
અમે અમુક દિવસે તમારા ગામ પર હલ્લો કરીશું અને લૂંટ ચલાવીશું.'
આ સમાચાર સાંભળીને ગ્રામજનોમાં ખળભળાટ મચી ગયો, પરંતુ તેઓ તરત જ એક સ્થળે એકઠા થઈને તેના ઉપાયનો વિચાર કરી શક્યા નહીં. ગામના ધનવાનો આખો દિવસ એકેએક માણસને મળીને સહુને એક જગ્યાએ ભેગા થવા માટે વિનંતીઓ કરવા લાગ્યા, ત્યારે માંડ થોડાક લોકો ભેગા થયા. અંગત સ્વાર્થી લોકોએ જુસ્સાદાર ભાષણ આપીને ગામના યુવકોને ડાકુઓનો સામનો કરવા માટે તૈયાર કર્યા અને બધા નવજુવાનોને હથિયાર પણ આપી દીધાં. કમર કસીને હથિયારોથી સજ્જ થઈને લગભગ એકસો યુવકો સમી સાંજે ગામની સીમમાં ડેરા નાખીને ક્રમ પ્રમાણે બેસી ગયા.
બધાએ વિચાર્યું, “ડાકુ આવશે તો આ જ રસ્તે. અમે વારાફરતી ચોકી કરીશું.”
આઠ-આઠ યુવકોની ટુકડીએ એક-એક કલાક વારાફરતી પહેરો ભરવાનું સમાજોદ્ધારનો મૂળમંત્ર
૧રળ