________________
સ્થિતિ વરપક્ષની બધી માગણી પૂરી કરી શકે તેવી નહોતી. આમ તો એ નીતિ અને ધર્મપૂર્વક આજીવિકા રળવા ઈચ્છતો હતો, પરંતુ સામાજિક કુરિવાજોમાં સુધારો થયો ન હોવાથી તેને અનીતિમય ધંધો કરીને પણ વરપક્ષની માગણી પૂરી કરવી પડે તેવી મજબૂરી હતી.
જુઓ, જીવણલાલની આત્મોદ્ધારની ભાવના સમાજોદ્ધાર વિના અપૂર્ણ રહી ને ? જો સામાજિક સુધારણા થઈ હોત અને સમાજની અમુક ગૂંગળાવનારી કુપ્રથાઓ દૂર કરવામાં આવી હોત, તો જીવણલાલનો આત્મોદ્ધાર સુંદર રીતે વૃદ્ધિ પામ્યો હોત.
આ સમાજમાં જીવણલાલ જેવા અનેક મધ્યમવર્ગીય સીમિત આવક ધરાવતાં પરિવારો છે એમને સમાજોદ્ધારના અભાવે આત્મોદ્ધારની ઉપેક્ષા કરીને સામાજિક કુરિવાજોની ચક્કીમાં કચડાવું-પિસાવું પડે છે. આથી જ આત્મોદ્ધારની સાથે સમાજોદ્ધાર અતિ આવશ્યક છે. સમાજ દિવ્ય બને
તમને “સજ્જનો' એવા શબ્દથી સંબોધિત કરીએ છીએ. શાસ્ત્રકારોએ આ શબ્દોને બદલે “દેવાનુપ્રિય' શબ્દ અનેક જગ્યાએ પ્રયોજ્યો છે. વાત એક જ છે. “સજ્જન' શબ્દ વર્તમાન સમાજમાં પ્રચલિત હોવાથી તેને તમે “દેવાનુપ્રિય” શબ્દના સ્થાને સમજજો. મનુષ્ય દેવતાઓને પ્રિય અથવા સજ્જન માનવી ત્યારે થઈ શકે, જ્યારે તેનામાં રહેલા દૈવી ગુણોનું પ્રગટીકરણ થાય. આ દૈવી ગુણ ધર્મની સાધના-આરાધના દ્વારા જ પ્રગટ થઈ શકે. સમગ્ર સમાજમાં ધર્મની સાધના કે આરાધના થાય, તો તે સમાજ દિવ્ય ગુણયુક્ત સજ્જનોનો સમાજ બની રહે. સમગ્ર સમાજમાં ધર્મની સાધના કે આરાધનાને વ્યાપ્ત કરવા અથવા પ્રચલિત કરવા માટે સર્વપ્રથમ સમાજમાં પ્રચલિત ધર્મવર્ધક, પાપોત્તેજક, અહિતકર, વિષમતાયુક્ત અને સમાજની સંગઠનશક્તિનું વિઘટન કરનારી વિનાશકારી બાબતોનું ઉન્મુલન થવું જોઈએ.
ઉદ્ધારનો એક અર્થ ઉન્નત બનવું એવો થાય છે, તે જ રીતે બીજો અર્થ ઉખાડવું પણ થાય છે એટલે સૌથી પહેલાં તો સમાજમાં પ્રચલિત અનિષ્ટ બાબતોને જડમૂળથી ઉખાડવી જોઈએ, તો જ સાચા અર્થમાં સર્વાગી સમાજોદ્ધાર થશે.
એક તત્ત્વજ્ઞાનીએ કહ્યું છે કે, “દેવ બનવા માટે જેઓ ઉન્નત સમાજોદ્ધારનો મૂળમંત્ર -
૧૨૩