________________
કે સમાજોદ્ધાર તરફ ધ્યાન આપવાથી સાધુની આત્મિક સાધના અધિક ઉજ્જવળ બનશે. તેનામાં ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, સ્વાર્થ, કામ, મોહ આદિ વિકાર કેટલા ઓછા થયા છે અથવા તો ઓછા કરવા માટે સક્રિય છે કે નહીં તેની જાગૃતિ આવશે. આ પ્રકારે તેની આત્મિક સાધનાની પરીક્ષા પણ થતી રહેશે.
સાધુરૂપી રાજહંસ
આનો અર્થ એ છે કે સામાજિક ઉદ્ધાર થવાથી તેની આત્મસાધના વધુ તેજસ્વી થશે. એમાં નુકસાન નહીં, પણ ફાયદો જ છે, કારણ કે સાધુના ઘણાં સમાજહિતનાં કાર્ય તેની આત્મસાધનાનાં અંગરૂપ હોય છે. સાધુવર્ગ પ્રવચન, ઉપદેશ કે ધર્મપ્રેરણા આપે છે તે બધું સમાજના આત્માઓને સન્માર્ગે વાળવા અને ધર્મના માર્ગે ચાલવા માટે હોય છે, સંસારનું કલ્યાણ કરનારી કે સંસારના જીવોને શાંતિ આપનારી બાબતોનું આચરણ કરવા-કરાવવાનો અને તેનો ઉપદેશ કે પ્રચાર કરવાનો પુરુષાર્થ સાધુવર્ગે કરવો જોઈએ.
બીજી વાત એ છે કે સાધુવર્ગ ગૃહસ્થ સમાજ પાસેથી જીવનનિર્વાહ માટે આહાર, પાણી, મકાન અને આવશ્યક સાધનો, પ્રતિષ્ઠા વગેરે પ્રાપ્ત કરે છે, તેને બદલામાં કશું ય ન આપીને માત્ર પોતાની જ સાધનામાં રત રહે, તો તે સ્વાર્થી અને કૃતની કહેવાશે. હા, આ બધું પોતાની સાધુતાની મર્યાદામાં રહીને જ આપી શકશે. આમ કરવાથી સાધુનો સંયમ પણ જળવાશે અને ધર્મસાધનામાં સહાયકોના પ્રતિ કૃતજ્ઞતા પણ પ્રગટ થઈ જશે. પંડિતરાજ જગન્નાથે “ભામિની વિલાસ'માં રાજહંસને સંબોધિત કરીને આ સંદર્ભમાં એક સુંદર અન્યોક્તિ કહી છે –
भुत्का मृणालपटली भवता निपीतान्यम्वूनि
यत्र नलिनानि निषेवितानि । रे राजहंस ! वद तस्य सरोवरस्य
कृत्येन केन भवितासि कृतोपकारः ॥ “હે રાજહંસ ! જે સરોવરની કમળનાળોનો તે ઉપભોગ કર્યો, જેનું તેં જળ પીધું, અને જ્યાં કમળોનું સેવન કર્યું, એ સરોવરના ઉપકારનો બદલો ક્યા કાર્યથી ચૂકવીશ ?” -
સમાજોદ્ધારનો મૂળમંત્રા
૧૨૧
એક
છે.