________________
આનો અર્થ એ કે સાધુજીવનનો નિર્વાહ ગૃહસ્થ સમાજના અસ્તિત્વ પર આધારિત છે અને સમાજમાં જેટલી વધારે તેજસ્વિતા અને ધાર્મિકતા હશે, તેટલું જ સાધુજીવન ઉજ્વળ હશે, કારણ કે સાધુ થનારી વ્યક્તિ સમાજમાંથી જ આવતી હોય છે. આ કારણે જ સાધુવર્ગ એકાંતમાં વ્યક્તિગત સાધનાને જ પોતાની સાધનાની ઇતિશ્રી સમજતા નથી, બલ્ક ઉપદેશ, પ્રેરણા અને માર્ગદર્શન દ્વારા સમાજશ્રેય તરફ પણ લક્ષ રાખે છે. છેક શાસકવર્ગને સન્માર્ગે વાળવા અને નીતિ-ધર્મ પર દઢ રાખવા માટે વખતોવખત પ્રેરણા આપે છે અને એમ કરીને સમગ્ર રાષ્ટ્ર કે સમાજનું એક અંગ રાજ્ય બગડી જાય નહીં, તેનો ખ્યાલ રાખે છે. વિશ્વના પ્રાણીમાત્ર પ્રત્યે સાધુવર્ગની કરુણા અને રક્ષાનું થરમૉમિટર એ છે કે તે સમસ્ત પ્રાણીઓ પ્રત્યે સ્વયં રક્ષાની – સક્રિય આચરણની ભાવના રાખીને માનવસમાજને પણ આ તરફ પ્રયત્નશીલ રાખે છે.
પ્રશ્નવ્યાકરણસૂત્ર''માં કહ્યું છે –
सबजगजीवरक्खण दयट्ठयाण पायवणं भगवया सुकहियं । જગતના સમસ્ત જીવોની રક્ષારૂપી દયાથી પ્રેરાઈને જ ભગવાને પ્રવચન કર્યા છે.
કેવો સુંદર દૃષ્ટિકોણ છે સંસાર પ્રત્યે કરુણા કરવાનો ! સાધુવર્ગની આત્મસાધના સુંદર, યોગ્ય રીતે અને નિર્વિઘ્ન થાય તે માટે પણ સંસારને સારો બનાવવો જરૂરી છે. જો સંસાર મલિન હશે અને એમાં બદમાશ, ચોર, ડાકુ, વ્યભિચારી જેવા દુષ્ટ માનવીઓ વધી જશે, તો સાધુવર્ગની સ્વસાધનામાં પણ વિક્ષેપ પડશે. ધારો કે એક સાધુ ઉપાશ્રયમાં પોતાની સાધનામાં લીન છે અને એકાએક પડોશમાં આગ લાગે કે તોફાન જાગે અથવા તો કોલાહલ મચી જાય, તો શું તે સાધુ નિર્વિને શાંતિથી પોતાની સાધના કરી શકશે ખરા ? નહીં કરી શકે. આથી જ સાધુવર્ગે પોતાની સાધના નિર્વિધ્ધ કરવા માટે, સારા સાધુઓની વૃદ્ધિ માટે, સંસારના જીવો પ્રત્યે કરુણાની ભાવના સક્રિય બનાવવા માટે અને પોતાના ઉપકારી અને સહાયકોના ઉપકારનો બદલો વાળવા માટે આત્મોદ્ધારની સાથોસાથ સમાજોદ્ધાર માટે પ્રયત્ન કરવો અત્યંત જરૂરી છે.
સમાજના ઉદ્ધાર તરફ ધ્યાન આપવા જતાં તે આત્મસાધનાની વાત ભૂલી જશે એમ માનવું તે એક ભ્રમણા છે. બલ્લે એમ કહેવું જોઈએ ૧૨૦
રત્નત્રયીનાં અજવાળાં
કર