________________
સુખ અને દુઃખનો મૂળ સ્રોત આત્મા જ છે, તે જ સુખ-દુઃખનો કર્તા-હર્તા છે, પરંતુ એજ્ઞાની આત્મા સુખના સમયે પોતાને સુખનો કર્તા માનીને અહંકારમાં ડૂબી જાય છે અને દુઃખના સમયે નિમિત્તોને દોષ આપીને દેકારો મચાવે છે. આ રીતે અજ્ઞાનવશ આત્મા સુખમાં અહંકારી અને દુઃખમાં દીન બની જાય છે અથવા સુખ અને દુઃખને બીજાએ આપેલાં છે તેમ માનીને, આવી વિષમય ભાવનાને સ્થાન આપીને અમૃતને વિષ બનાવે છે, તેથી આત્માને જ્ઞાનધન અને “સર્વમૂતાત્મમૂત' કે સવ્વપૂથમૂર્સિ' ના સિદ્ધાંતથી ઓતપ્રોત કરીને અમૃતમય બનાવીએ. આત્મોદ્ધારની સરળ અને સુગમ ચાવી આ જ છે, જેનાથી મોક્ષનું તાળું ખૂલશે.
સ્થળ : ગોડીજીનો ઉપાશ્રય, પાયધુની, મુંબઈ સમય : વિ.સં. ૨૦૦૬, શ્રાવણ સુદ ૧૫
૧૧૮
રત્નત્રયીનાં અજવાળાં