________________
સાચા સેવક કેવી રીતે બની શકે ?”
આ છે જનસેવામાં પ્રભુસેવાનો ભવ્ય આદર્શ ! નરસેવામાં નારાયણસેવાની દિવ્યદૃષ્ટિ !
પ્રભુ બારણે આવ્યા
જનતા જનાર્દનમાં પ્રભુનાં દર્શન કરનાર જ આવી સેવા કરી શકે છે. ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓમાં આ વાત સંસ્કારના રૂપમાં ભાર દઈને શિખવાડવામાં આવી છે. રશિયાના પ્રસિદ્ધ લેખક મહાત્મા ટોલ્સ્ટોયે આ સંદર્ભે એક વાર્તા લખી છે.
માર્ટિન નામનો એક મોચી હતો. તે પ્રતિદિન બાઇબલનો પાઠ કરતો હતો. એક દિવસ તે બાઇબલનો પાઠ કરીને સૂતો હતો, ત્યાં એને એક સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં ભગવાને તેને કહ્યું કે કાલે હું ત્રણ વખત તારે ઘેર આવીશ. સવારે ઊઠ્યા પછી મોચીએ વિચાર્યું કે, “હું સવારે જલદી દુકાન પર ચાલ્યો જાઉં, કદાચ ભગવાન સવારે જ આવી જાય તો.”
વહેલી સવારે પોતાની દુકાન પર બેસીને મોચી કામ કરતો હતો. એટલામાં એક વૃદ્ધ ઠંડીથી ધ્રૂજતો જઈ રહ્યો હતો. મોચીએ તેને બોલાવ્યો અને પોતાની સગડી પર તેના હાથ શેકાવ્યા. એક જૂનો કોટ ઘરમાં પડ્યો હતો તે પણ એ વૃદ્ધને આપી દીધો. વૃદ્ધ પ્રસન્ન થઈ અત્યંત આભાર સાથે વિદાય થયો.
બે કલાક પછી એક ડોશી ફળની ટોપલી લઈને જઈ રહી હતી. તેની પાછળ કેટલાંક અટકચાળાં છોકરાંઓ દોડતાં હતાં. ડોશી ગભરાતી હતી. એની ટોપલી પડી જતાં બાળકો નીચે પડેલાં ફળો લઈ લેતાં હતાં. માર્ટિને જોયું ને તેણે બાળકોને સમજાવ્યાં અને જેટલાં ફળ જમીન પર પડી રહ્યાં હતાં તે ઉઠાવીને ટોપલીમાં મૂકી દીધાં. બાળકોને એક - એક ફળ આપીને તેમની કિંમત ડોશીને આપી દીધી. ડોશી અંતરના આશીર્વાદ આપતી ચાલી ગઈ. - દિવસ આથમતાં પહેલાં સંધ્યાટાણે ૬-૭ વર્ષનો છોકરો માર્ટિનની દુકાન પાસેથી જઈ રહ્યો હતો. છોકરો ભૂખથી ચીસો પાડતો હતો. માર્ટિનને દયા આવી. છોકરાને પ્રેમથી બોલાવીને, પોતાને ઘેર લઈ જઈને - સાચી સેવાભક્તિ