________________
આત્માનો વૈભાવિક – ઉપાધિજન્ય ગુણ બદલાય છે, કિંતુ આત્માના સ્વાભાવિક ગુણ બદલાતા નથી.
આત્માનું બીજું રૂપ ચિત્ છે. ચિત્ દ્વારા આત્માના અસાધારણ રૂપની જાણ થાય છે. જે સ્વયં પ્રકાશમાન છે, તેને પ્રકાશિત કરવા માટે બીજા કોઈની સહાયતાની આવશ્યકતા નથી. આત્મા સૂર્યથી પણ અધિક પ્રકાશમાન છે. ઉત્કૃષ્ટ સાધના કરનાર આ રહસ્યને પામી શકે છે.
સૂર્યને આત્મા જોઈ શકે છે, પરંતુ સૂર્ય આત્માને નથી જોઈ શકતો. વાસ્તવમાં નેત્રોમાં જોવાની શક્તિ નથી, તે શક્તિ તો આત્માની છે,
જ્યારે નેત્ર તો કારણ માત્ર છે. ચિત્ (જ્ઞાન) આત્મા સિવાય કોઈ પદાર્થમાં હોતું નથી.
ત્રીજું રૂપ છે આનંદ. જેમાં દેશ, કાળ અને વસ્તુથી બાધા ન થતી હોય, જે અનુકૂળ-સંવેદનરૂપ હોય, તે આનંદ છે. આમ તો ઈદ્રિયોથી આનંદનો ખ્યાલ આવે છે, પરંતુ પૂર્ણ આનંદ તો ઈદ્રિયોથી પર છે. મીઠાઈ ખાનારો એમ કહે કે મીઠાઈમાં ભારે આનંદ છે, તો પછી માંદગીમાં કેમ મીઠાઈ ખાવામાં આનંદ આવતો નથી ? તેથી સ્પષ્ટ છે કે આનંદ મીઠાઈમાં નહીં, આત્મામાં છે. પાપકર્મોનાં કારણે આત્મા પર આવરણ આવી જાય છે. પાપકર્મો દૂર થવાથી આત્મા સાચા આનંદનો અનુભવ કરી શકે છે.
આમ સત, ચિત અને આનંદ એ ત્રણ આત્માના અસાધારણ ધર્મ છે. આ અસાધારણ ધર્મો પરથી ધર્મી આત્માની ઓળખ કરી શકાય છે.
આત્માનો વિચાર અત્યંત ગહન છે. આત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થતાં તે પોતાની શક્તિઓના ખજાનાને પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ ખેડે છે. તમે પણ આત્માના સચ્ચિદાનંદ સ્વરૂપને સમજીને તેની સાધના કરશો તો તમારા જીવનને પરમાત્માની નિકટ લઈ જઈ શકશો.
સ્થળઃ ગોડીજીનો ઉપાશ્રય, પાયધુની, મુંબઈ સમય : વિ.સં. ૨૦૦૬, શ્રાવણ સુદ ૪, શનિવાર
T
૯૮
રત્નત્રયીનાં અજવાળાં
દ