________________
બદલે નાશવંત શરીર સાથે મિત્રતા બાંધે છે. પરિણામે ધર્મપાલન અને સત્કાર્ય કરવાને બદલે કેટલાંય પાપકર્મોનું ઉપાર્જન કરાવીને આત્મા પોતાના શત્રુને જ સહાય કરે છે. વાસ્તવમાં મિત્ર કોને કહેવાય અને શત્રુ કોણ છે, તેની સાચી પરખ જ્ઞાનવિકલ આત્માને હોતી નથી. મીઠાઈ અને માલ-માલ ખાનારા મિત્રો તો ઘણા હોય, પણ વિપત્તિમાં સાથ આપનારા મિત્રો તો વિરલ જ હોય છે. સંપત્તિ હોય ત્યારે “હા જી,” “હા જી' કરનારા અને માલ ખાનારા તથા વિપત્તિના સમયે સંબંધ છોડીને ચાલ્યા જનારા મિત્રના વેશમાં શત્રુ છે. આ આત્મા ઘણી વાર મિત્ર-શત્રુનો નિર્ણય કરવામાં થાપ ખાય છે અને શત્રુની ઉશ્કેરણીમાં ફસાઈને ફરી દુઃખ પામે છે. એક વ્યવહારિક દષ્ટાંત જોઈએ.
એક રાજકુમારને રાજા લાડથી ઉછેરતા હતા, પરંતુ તે પોતાના પિતાની સામે હૃદય ખોલીને વાત કરી શકતો નહોતો, આથી તેણે મિત્ર બનાવવાનો નિર્ણય કર્યો.
રાજકુમારે એની સાથે પડછાયાની માફક રહે તેવો નિત્યમિત્ર બનાવ્યો અને તે રાજકુમારની સાથે જ ખાતો, પીતો, ઊઠતો અને બેસતો હતો. બંને વચ્ચે ઘનિષ્ઠ પ્રેમ હતો, પરંતુ એક મિત્ર પર્યાપ્ત નથી એમ માનીને રાજકુમારે બીજો મિત્ર પણ બનાવ્યો. અને તે કોઈ પર્વ કે તહેવારના દિવસે બોલાવતો, જમાડતો અને તેની સાથે વાતો કરતો હતો.
એક દિવસ રાજકુમાર ક્યાંક જઈ રહ્યો હતો, ત્યાં રસ્તામાં એક યુવક મળી ગયો. તેણે રાજકુમારને નમસ્કાર કર્યા, હાથ મેળવ્યા અને કેટલીક હિતલક્ષી વાતો કરી. રાજકુમારને એની વાતો પસંદ પડી, પરંતુ 'નિત્યમિત્રના સતત સહવાસને કારણે તેની સાથે વધારે વાતો કરી શકતો નહોતો, જ્યારે કોઈ અટપટા પ્રશ્નનું નિષ્પક્ષ નિરાકરણ જોઈતું હોય, ત્યારે તે એ મિત્ર પાસે પહોંચી જતો હતો. આમ રાજકુમારે ત્રણ મિત્રો સાથે દોસ્તી બાંધી.
સમય પલટાયો, કેટલાક ચાડિયાઓએ રાજકુમારની વિરુદ્ધ કાવતરું રચીને રાજા સમક્ષ ફરિયાદ કરી. આ કાવતરું એટલી સિફતથી યોજવામાં આવ્યું કે રાજાના મનમાં ઠસી ગયું કે રાજકુમાર ભયાનક ગુનેગાર છે. તેથી રાજકુમારને અબીને અબી પકડીને ફાંસી પર ચઢાવી દેવાની આજ્ઞા કરી.
આત્મોદ્ધારનું અમૃતતત્ત્વ
૧૧૩.