________________
થયું. પહેલાં તો એને આશા ન હતી, પરંતુ પછી વિચાર્યું, “ચાલો, એને ત્યાં જઈને જોવામાં શું વાંધો છે ?''
આમ વિચારીને રાજકુમાર પર્વમિત્રને ત્યાં પહોંચ્યો. પર્વમિત્રએ આખી કરુણ કહાણી સાંભળીને હાથ જોડતાં કહ્યું, “ભાઈ ! મારી એટલી તાકાત નથી કે હું રાજાના વિરોધી અને અપરાધીને આશરો આપી શકું. તમારે ભોજન કરવું હોય, તો તૈયાર છે. વસ્ત્ર અને ધનની જરૂર હોય તો તે પણ આપી શકું, પરંતુ આશ્રય આપવા માટે હું અસમર્થ છું.’’
રાજકુમાર બોલ્યો, ‘‘હું તો માત્ર સંકટના સમયે આશરો માગું છું. સંકટના સમયે સહાય ન કરે તે વળી મિત્ર કેવો !'' પર્વમિત્ર બોલ્યો, “હું આ નીતિ કે સિદ્ધાંતને સારી રીતે જાણું છું, પરંતુ રાજવિરોધીને આશ્રય આપવો એ મારા ગજા બહારની વાત છે.''
વાતનો વધુ વિવાદ કરવાને બદલે રાજકુમારે ત્યાંથી વિદાય લેવાનું ઉચિત માન્યું.
રાજકુમાર નિરાશ થઈને આગળ ચાલ્યો. હવે તો તેના મનમાં માત્ર નમસ્કારમિત્ર માટે થોડી આશા હતી. તેણે વિચાર્યું કે મેં એને ક્યારેય મદદ નથી કરી. ક્યારેક નમસ્કાર થતા તો ક્વચિત્ કોઈ સમસ્યા પર થોડો સમય વાતચીત થતી. તેના પર પોતાનો કોઈ અધિકાર તો નથી, છતાં કસોટી કરવામાં શું વાંધો ?
આમ વિચારીને રાજકુમાર નમસ્કારમિત્રને ત્યાં પહોંચ્યો અને રાજાના ક્રોધની અને હુકમની વાત કહીને આશરો માગ્યો. નમસ્કારમિત્રે દૃઢતાથી કહ્યું, ‘“અરે ! આ તો રાજાના કોપની વાત છે, પણ જો દેવરાજ ઇંદ્રનો કોપ તમારા પર ઊતર્યો હોય અને તમને હું સહાયતા ન કરું તો તમારો મિત્ર કઈ રીતે ગણાઉં ? તમે ઉપર ચાલો અને નિશ્ચિંત થઈને રહો. કોઈ પણ જરૂર હોય તો નિઃસંકોચ કહેશો. આ તમારું જ ઘર છે.''
રાજકુમારને આશ્વાસન સાંપડ્યું અને ચિત્તની પ્રસન્નતા મળી. એણે મનોમન વિચાર્યું, “આને કહે છે મિત્રતા ! કપરે વખતે જ મિત્રતાની સાચી પરીક્ષા થાય છે.’” સવારે નમસ્કારમિત્રએ એને નાસ્તો કરાવીને એકાંતમાં લઈ જઈને સઘળી વાત પૂછી. આખી વાત સાંભળ્યા બાદ રાજકુમાર નિર્દોષ હોવાની પાકી ખાતરી થઈ. નમસ્કારમિત્રએ આશ્વાસન આત્મોદ્ધારનું અમૃતતત્ત્વ
૧૧૫