________________
બીજી બાજુ રાજકુમારના હિતેચ્છુએ રાજાની કઠોર આજ્ઞાની વાત કરીને સલાહ આપી કે જો પ્રાણ અને આબરૂ બચાવવાં હોય તો તમે પકડાઈ જાવ, તે પહેલાં જ કોઈકનો આશરો લઈને એને ત્યાં છુપાઈ જાવ. રાજકુમારે પણ વિચાર્યું કે આવી આપત્તિના સમયે મિત્રોની પરીક્ષા કરવી જોઈએ. આથી યોગ્ય કહેવાયું છે
“ધીરખ, ધર્મ, મિત્ર અહ નારી । आपतकाल परखिये चारी ।"
રાજકુમાર પહેલાં એના નિત્યમિત્રને ત્યાં ગયો, તો નિત્યમિત્રે પૂછ્યું, ‘કોણ છે ? આટલી મોડી રાતે કેમ આવ્યો છે ?''
..
રાજકુમારે કહ્યું, “અરે ! હું તારો મિત્ર છું.''
પહેલાં તો નિત્યમિત્રએ કોઈ ઓળખાણ નહીં હોવાનો ઢોંગ કર્યો, પરંતુ પછી બારણું ખોલીને અડધી રાત્રે આવવાનું કારણ પૂછ્યું.
રાજકુમારે રાજાના કોપની વાત કરીને આશરો આપવા કહ્યું. નિત્યમિત્રએ કહ્યું, “ના ભાઈ ! મારાથી આવું નહીં થઈ શકે. હું છું સંસારી માનવી. રાજાને જાણ થશે, તો તારી સાથે મારી પણ પનોતી બેસી જશે. જો ખરેખર તમે મારા મિત્ર હો, તો મને મુશ્કેલીમાં નાખવાને બદલે અત્યારે ને અત્યારે જ અહીંથી ચાલ્યા જાવ.'' રાજકુમારે કહ્યું, ‘‘મિત્ર ! શું આવો ઉત્તર સાંભળવા માટે મેં દોસ્તી કરી હતી ? તને હું મારી સાથે જ ખવડાવતો-પિવડાવતો અને મજા કરાવતો હતો. આજે સંકટના ખરેખરા સમયે તું આંખો ફેરવી લે છે ?''
મિત્ર બોલ્યો, ‘‘તમે મારા મિત્ર છો એટલે તમારા માન ખાતર રાજાને જાણ કરતો નથી, નહીંતર તરત જ સૈનિકોને હવાલે ન કરી શ્વેત ! પરંતુ જો તમે તત્કાળ અહીંથી ચાલ્યા જશો નહીં તો નાછૂટકે મારે એમ કરવું પડશે.’’
રાજકુમારે કહ્યું, ‘અરે લજ્જાહીન ! તું કેટલો બધો સ્વાર્થી અને અધમ નીકળ્યો ! વિપત્તિનો સમય તો જતો રહેશે, પરંતુ તારાં આ કૃત્ય ક્યારેય ભુલાશે નહીં.''
આટલું કહીને એ અંધારી રાત્રે નિત્યમિત્રને ત્યાંથી ચાલી નીકળ્યો. નિરાશાના ઘોર અંધકારમાં આશાના એક કિરણ સમાન ‘પર્વમિત્ર’નું સ્મરણ રત્નત્રયીનાં અજવાળાં
૧૧૪