________________
પડી જાવ, તો તરત જ પરમાત્મા (અરિહંતો અને સિદ્ધો)ના શરણમાં જતા રહેવું, કારણ કે આજ્ઞાવિરોધી કાર્ય તમારા આત્માનો શત્રુ છે.
કામ, ક્રોધ, અભિમાન, કપટ, લોભ, રાગ-દ્વેષ, મોહ, સ્વાર્થ, ભય વગેરે બધાં પરમાત્માની આજ્ઞાથી પ્રતિકૂળ છે. એટલે કે શુદ્ધ આત્માના પોતાના ગુણ નથી, તે આત્માના શત્રુ છે. જ્યારે આ શત્રુ તમારા પર હલ્લો કરે ત્યારે કાયર બનીને તેમની સામે હથિયાર હેઠાં મૂકશો નહીં. અથવા તો તેમની સાથે સમાધાન કરીને તેની શરણાગતિ સ્વીકારશો નહીં. આ સમયે શુદ્ધ આત્માની અનંત શક્તિ, નિત્યતા, અવિનાશિતા વગેરેનું ચિંતન કરવું અને તે શત્રુઓને દૂર હાંકી કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો આટલું પણ ન કરી શકો, તો પરમાત્માને ઉદ્દેશીને આવી પ્રાર્થના કરો,
પ્રભુ ! અમને એવી શક્તિ આપો કે જેથી અમે આ શત્રુઓથી દૂર રહીને તમારી આજ્ઞાનું પાલન કરી શકીએ અને આત્મશક્તિ તથા પોતાના ગુણોને ભૂલીએ નહીં.”
આમ કરવાથી આત્માનો ઉદ્ધાર અત્યંત આસાનીથી થઈ શકશે.
આમ કરવાને બદલે આત્માની સામે કામ-ક્રોધ વગેરે શત્રુઓ આવતાં પોતાની અનંત શક્તિઓને ભૂલી જવાય, સ્વગુણો વિસ્મૃત થાય અથવા તો પરમાત્માની આજ્ઞાને કે પરમાત્માને ભૂલીને શત્રુઓને સ્વીકારી લઈએ અને તેમની સાથે હળીમળી જઈએ, તો પોતાના આત્માનું પતન સ્વહસ્તે કરીને પોતાના આત્માને દુરાત્મા બનાવીને તેને પોતાનો જ શત્રુ બનાવીએ છીએ.
જીવનમાં ક્યારેક તો આત્મશત્રુઓનું આક્રમણ થતું હોય છે. આક્રમણ ન થાય તો આત્મા સાવધાન રહે નહીં અને સ્વઉદ્ધારનો વિચાર કરે નહીં. આવું આક્રમણ થતાં જ આત્માની શક્તિની કસોટી થાય છે. આવું આક્રમણ થવાથી આત્મા સ્વશક્તિઓનું ચિંતન કરે છે અને પોતાની અવિનાશિતા પર દઢ વિશ્વાસ રાખીને પરમાત્માનું ગ્રહણ કરી તે શત્રુઓનો સામનો કરે છે. આમ કરે તો તેને આ પરીક્ષામાં સફળતા સાંપડ્યા વિના રહેતી નથી. આત્માની અમરતામાં શ્રદ્ધાવાન કામદેવ શ્રાવકની એક દેવે કસોટી કરી હતી. એણે પોતાની માયાથી કામદેવના શરીરના ટુકડે-ટુકડા કરી નાખ્યા. એટલું જ નહીં, બલ્ટે તેને સમ્યકત્વ અને ધર્મથી વિચલિત કરવા અપાર કષ્ટ આપ્યાં, પરંતુ તે પોતાની શ્રદ્ધા પર અડગ રહ્યો. આત્મોદ્ધારનું અમૃતતત્ત્વ
૧૧૧
કાકા