________________
સઘળાં સાધનો માટે સમજી લેવું.
આપણા આત્માનો ઉદ્ધાર અન્યની પાસે નથી, તે ખુદ આપણી પાસે જ છે. અને એ જ પ્રમાણે આત્માનું પતન પણ આપણા જ હાથમાં છે. આત્મા પોતાને પ્રાપ્ય સાધનોને ધર્માચરણમાં પ્રવૃત્ત કરે છે, એટલે કે તેના દ્વારા ધર્મ કે ઓછામાં ઓછું પુણ્યનું ઉપાર્જન કરે છે તો એનો ઉદ્ધાર થાય છે. જ્યારે આત્મા પોતાને પ્રાપ્ત થયેલાં સાધનોને પાપાચરણમાં કે દુષ્ટ કાર્યોમાં પ્રવૃત્ત કરે છે ત્યારે એનાથી પાપકર્મનું ઉપાર્જન કરે છે અને ત્યારે જ તેનું પતન થાય છે. ઉદ્ધાર કે પતન, છે તો આત્માના જ હાથમાં. “શ્રીમદ્ ભગવદ્દગીતા'માં પણ કહ્યું છે. –
"उद्धरेदात्मनात्मानमात्मानमवसादयेत् ।
आत्मैव ह्यात्मनोबन्धुरात्मैव रिपुरात्मनः ॥" મનુષ્ય પોતાના આત્માનો ઉદ્ધાર પોતાના આત્માથી જ કરે છે અને પોતાના આત્માનું પતન પણ આત્માથી જ કરે છે, આથી જ આત્મા આત્માનો બંધુ છે અને આત્મા જ આત્માનો શત્રુ છે.”
પરમાત્મસ્મૃતિ તે આત્મસ્મૃતિ
આત્મા દ્વારા આત્માનો ઉદ્ધાર કરવાનો સુગમ અને સુલભ માર્ગ એ કે, કોઈ પણ પ્રવૃત્તિ કરતી વખતે આત્માએ સર્વવ્યાપી પરમાત્માને સહેજે અળગો ન કરવો અને ચિત્તની સમક્ષ જ રાખવો. જેવી રીતે પનિહારી સખીઓ સાથે વાત કરે, આમતેમ નજર ફેરવે, કિંતુ પોતાના માથા પર રાખેલા પાણીના ઘડાને ક્યારેય ભૂલતી નથી. પતિવ્રતા સ્ત્રી ગૃહસ્થાશ્રમનાં સઘળાં કાર્ય કરે છે, પરંતુ પોતાના પતિને વિસરતી નથી. એ જ પ્રમાણે જગતનાં તમામ કર્તવ્યનું પાલન કરતી વખતે પરમાત્માને ભૂલવા જોઈએ નહીં. એનો અર્થ એ થશે કે શુદ્ધ આત્માને ભૂલવો નહીં. પરમાત્મવિસ્મૃતિ તે આત્મવિસ્મૃતિ છે અને પરમાત્મસ્મૃતિ જ આત્મસ્મૃતિ છે. આત્મા અને પરમાત્માની સ્મૃતિને સુદઢ અને સંસ્કારગત બનાવવા માટે જપ, તપ, ધ્યાન વગેરેની સાધના કરવી પડે છે, પરંતુ આટલું જો કોઈ કરી શકે નહીં, તો ઓછામાં ઓછું પરમાત્માની આજ્ઞાને અનુરૂપ એને સ્મરણમાં રાખીને કાર્ય કરે. આજ્ઞાને અનુરૂપ ન હોય તેનાથી અળગા રહે. જો પરમાત્માની આજ્ઞાથી વિરોધી એવાં કાર્યો આવતાં તમે ભ્રમમાં . ૧૧૦
રત્નત્રયીનાં અજવાળાં