________________
સદાચારિણી નારીની વાત તીરની જેમ તેના હૃદયમાં ખૂંપી ગઈ. એ દિવસથી તે દેહના બદલે આત્માને પ્રેમ કરવા લાગ્યો.
એ કામી પુરુષ એક દિવસ કોઈ નારીના દેહ પર મોહિત થવા માટે સ્વતંત્ર હતો, તે સદાચારિણી બહેનના નિમિત્ત દ્વારા સુધરીને પોતાના અને તે સ્ત્રીના આત્માને પ્રેમ કરવા માટે પણ સ્વતંત્ર હતો. આમ બંને સમયે આત્મા સ્વયં જ કારણભૂત હતો, આથી કહ્યું છે
अप्पा कत्ता विकत्ता य दुहाण य सुहाण य । अप्पा मित्तममित्तं च दुपट्टओ सुपट्ठिओ । अप्पा नई वेयरणी अप्पा मे कूडसामली । अप्पा कामदुहा घेणू अप्पा मे नंदणं वणं ॥
-
આત્મા જ સુખ અને દુઃખનો કર્તા છે. એનો હર્તા પણ આત્મા જ છે. સન્માર્ગગામી આત્મા જ મિત્ર છે અને કુમાર્ગગામી આત્મા જ શત્રુ છે. મારો આત્મા જ વૈતરણી નદી છે, આત્મા જ ફૂટશાલ્મલિવૃક્ષ છે. આત્મા જ કામધેનુ છે અને આત્મા જ નંદનવન છે.''
કર્મ કરીને બંધનમાં પડવા માટે આત્મા સ્વતંત્ર છે અને કર્મોને નષ્ટ કરવા માટે પણ આત્મા સ્વતંત્ર છે. આનો મર્મ એ છે કે ઇષ્ટ કે અનિષ્ટ, સારું કે ખરાબ બધું જ કરનાર આત્મા છે. પોતાના કર્મથી આત્મા સ્વતંત્ર બની શકે છે અને પોતાના કર્મથી પરતંત્ર પણ બની શકે છે. આત્મા એવો અધિકાર ધરાવે છે કે તે ઇચ્છે તો પોતાને વૈતરણી બનાવે, કે કામધેનુ બનાવે, ધારે તો નંદનવન બનાવે કે ફૂટશાલ્મલિવૃક્ષ પણ બનાવે. તેનામાં જ પોતાને બધું બનાવવાની શક્તિ પડેલી છે. વિચારવાનું એ છે કે અત્યાર સુધી આ આત્માએ સુખ અને દુઃખનું નિર્માણ કેવી રીતે કર્યું છે ?
-
આ જ સુધી તો આ આત્માએ કેટલાય પર એવું દોષારોપણ કર્યું છે કે અમુક વ્યક્તિ મને દુઃખ આપે છે. અમુક વ્યક્તિ મારા માટે આમ કરે છે, પરંતુ હવે એ નિશ્ચય કરી લો કે આ આત્મા જ દુઃખો અને કષ્ટોનો સર્જક છે અને તે જ એનો સંહારક બની શકે છે. પોતે કરેલાં કર્મોને આત્મા સ્વયં જ તોડી શકે છે. જે ાકડી અને બેડી આત્માએ પોતાના હાથ-પગમાં સ્વયં જ બાંધેલી છે, એને એ સ્વયં જ તોડી શકે છે, પરંતુ આ ત્યારે જ શક્ય બને કે જ્યારે આત્મા સ્વયંમાં
૧૦૮
રત્નત્રયીનાં અજવાળાં