________________
સદાચારિણી સ્ત્રીએ કહ્યું, “ભાઈ, ઊભા રહો ! આ બધાને આનું કારણ તત્કાળ પૂછી લઈએ.”
કસાઈને આ પ્રાણીઓની હત્યા કરવાનું કારણ પૂછવામાં આવ્યું તો એણે કહ્યું, “આમને મારીએ નહીં તો બીજું કરીએ શું? પૈસા કમાવા માટે જ અમે મારીએ છીએ. આ પ્રાણીઓની કતલ કરીને તેમનું માંસ, હાડકાં, લોહી, ચરબી વગેરે વેચીને અમારો ઘરસંસાર ચલાવીએ છીએ. જો આ પ્રાણીઓ પર દયા કરીએ, તો કમાઈએ શું?”
પેલા કામી પુરુષે કહ્યું, “બસ ! હવે મારાથી અહીં ઊભા નથી રહેવાતું. ઝટ ચાલો અહીંથી.”
સદાચારિણી નારીએ વિચાર્યું, “હા, હવે થોડા પીગળ્યા છે ખરા.”
કતલખાનામાંથી જેવા બહાર નીકળ્યા કે તરત જ પુરુષે તે સ્ત્રીને પૂછયું, આ પશુઓને શા માટે મારવામાં આવે છે ?”
સદાચારિણી સ્ત્રીએ કહ્યું, “તેમણે પૂર્વજન્મમાં કોઈ પાપકર્મ કર્યા હશે તે જ કારણ. ચોરી, વ્યભિચાર, વિશ્વાસઘાત, ઠગાઈ, પરસ્ત્રીગમન વગેરે ખરાબ કર્મોનાં ફળરૂપે આ દશા થઈ છે.' કામી પુરુષ બોલ્યો, “ઓહ ! આ કર્મોનાં આટલાં ભયંકર ફળ !” “હા, તમે તમારી આંખોથી જ આ બધું જોયું છે.” આમ કહીને પેલી સ્ત્રી પોતાના ઘેર ગઈ.
એણે વિચાર્યું, “આટલાં ભયાવહ દશ્ય નજરોનજર દેખાડવા છતાં હજી ધાર્યું પરિણામ આવ્યું નથી. હજી વાસનાના રંગમાં રંગાયેલો છે. હવે શું કરવું જોઈએ ?” - સંજોગોવશાત એવું બન્યું કે આ પુરુષ જે નારી તરફ આસક્ત હતો તેનું એકાએક અવસાન થયું. પેલી સદાચારિણી નારીને આની ખબર મળતાં જ એ દોડતી દોડતી કામી પુરુષ પાસે પહોંચી ગઈ અને કહેવા
લાગી,
ભાઈ, ચાલો, ચાલો આજે એને મળવાનો ખરો મોકો છે. પળનો ય વિલંબ ન કરો.” એ કામાતુર પુરુષ આનંદભેર સુંદર વસ્ત્ર પહેરી, તેના પર સુગંધિત અત્તર લગાવીને નીકળ્યો. આ પુરુષની સાથે આવનાર સદાચારી સ્ત્રીને સહુ ઓળખતાં હતાં અને આદરદષ્ટિથી નિહાળતાં હતાં. મૃત નારીના ઘરનાં સ્વજનોએ તેમને આવતાં જોઈને આશ્ચર્ય સાથે પૂછયું, ૧૦૬
રત્નત્રયીનાં અજવાળાં