________________
તે પુરુષે વિચાર્યું કે, “કામ થઈ રહ્યું છે, તો વિલંબ શા માટે કરવો જોઈએ?' ટાપટીપ કરીને આનંદભેર તે પેલી બહેન સાથે ચાલી નીકળ્યો. એ સ્ત્રી અને એક દવાખાનામાં લઈ ગઈ, જ્યાં અનેક દર્દીઓ પર ઓપરેશન થતાં હતાં અને કેટલાંયના શરીરમાંથી લોહી તો કેટલાંયના શરીરમાંથી પરુ નીકળતું હતું. કોઈનાં કાપવામાં આવેલાં અંગો સડી રહ્યાં હતાં. દુર્ગધથી નાક ફાટી રહ્યું હતું.
આ જુગુપ્સાકારક દૃશ્ય જોઈને તે પુરુષ બોલી ઊઠ્યો, “તમે મને આવી જગાએ કેમ લઈ આવ્યાં ? દુર્ગધથી મારું માથું ફરી જાય છે. અહીંથી જલદી ચાલો.”
પેલી સ્ત્રી બોલી, “જરા થોડી વાર થોભો. હમણાં આવું છું.”
આમ કહીને તે દર્દીઓને પૂછવા લાગી, “અરે ભાઈ ! તમને આ ભયંકર રોગ કેવી રીતે થયો ?”
એક દર્દીએ કહ્યું, “બહેન, શું વાત કરીએ ! અમે તો અમારાં જ કુકર્મોનાં ફળ ભોગવીએ છીએ. અમે અજ્ઞાનવશ વિષયસેવનની કોઈ મર્યાદા ન રાખી તેને પરિણામે કોઈને સૂજાક, કોઈને ટી.બી, કોઈને ભયંકર ફોડલીઓ, કોઈને ભગંદર જેવા રોગ ઘેરી વળ્યા. અમે પરસ્ત્રીને માતા-બહેન સમજીને મર્યાદાપૂર્વક જીવ્યા હોત તો આજે અમારી આવી કફોડી દશા થાત નહીં. પરંતુ હવે શું થાય ? હવે તો બાજી ગુમાવી ચૂક્યા છીએ.” પેલી સ્ત્રીએ કામી પુરુષને કહ્યું, “જુઓ, ખરાબ કર્મોનાં ફળની વાત આ દર્દીઓનાં મુખેથી બરાબર ધ્યાનથી સાંભળો.” : કામી પુરુષે કહ્યું, “હા, મેં સાંભળી લીધું, બસ, ઘણો વખત થઈ ગયો છે, માટે અહીંયાંથી જલદી ચાલો. આ દુર્ગધ મારે માટે અસહ્ય થઈ રહી છે. ત્યાંથી નીકળીને બંને પોતાના ઘરે ગયાં.
પેલી સ્ત્રીએ વિચાર્યું, “હજી તીર સીધું લક્ષને વીંધી શક્યું નથી. ખેર ! થોડો વધુ પ્રયત્ન કરવો પડશે.”
ફરી બીજા દિવસે તે સ્ત્રી કામી પુરુષના ઘેર ગઈ અને એને સાથે આવવા કહ્યું તો તે પુરુષ બોલ્યો, “તમે મને ભૂલથાપ તો નથી આપતાં ને એ કહો કે એની સાથે ક્યારે મેળાપ કરાવી આપશો ?” સ્ત્રી બોલી, ભાઈ, આ મેળાપ માટે તો આટલી મહેનત કરું છું. યુક્તિ કર્યા વિના ૧૦૪
રત્નત્રયીનાં અજવાળાં