________________
સંસાર અને પરપદાર્થોને જ આના દોષી ઠરાવે છે. તે એટલું વિચારતો નથી કે આ સંસાર અને આ પરપદાર્થોને કોણે પકડી રાખ્યા છે?
એક વ્યક્તિએ થાંભલો પડી લીધો અને પછી પોતાના ગુરુને બૂમો પાડવા લાગ્યો, “ગુરુજી ! આ થાંભલો મને છોડતો નથી.”
ગુરુએ કહ્યું, “ભલા માણસ ! થાંભલાને તેં પકડી રાખ્યો છે કે થાંભલાએ તને ? થાંભલાને તે પોતે પકડેલો છે. એને તું છોડી દે તો તું છૂટી જઈશ.”
આ રીતે અજ્ઞાની જીવ કહે છે કે અમને અમુક પદાર્થોએ પકડી રાખ્યા છે, પરંતુ એમણે વિચારવું જોઈએ કે બીજા કોઈએ નહીં, બલ્ક એમણે પોતે જ તેને પકડેલા છે ! જો એ પોતે એને છોડી દેશે, તો જરૂર સુખશાંતિ સાંપડે. કર્મબંધનથી ભવભ્રમણ
પરપદાર્થોના ચકરાવામાં આ આત્માએ વારંવાર પોતાને નરક અને તિર્યંચના બંધનોમાં નાખ્યો છે. એને આસક્તિવશ થઈને અનંત વાર નરકની યાતના ભોગવી છે. હવે ક્યાં સુધી નરક અને તિર્યંચમાં ભવફેરા ફર્યા કરશો? કઈ રીતે આત્મા પોતે જ કર્મબંધનમાં ફસાય છે તેનું એક દૃષ્ટાંત જોઈએ :
સોળ શણગાર સજીને એક વેશ્યા બજારમાંથી પસાર થઈ રહી છે. તેને જોઈને જો કોઈના ચિત્તમાં વિકારભાવ જાગે તો તે સ્વયં કર્મબંધન બાંધે છે, પણ એ સમયે પોતાનું જ્ઞાનબળ લગાવીને આત્મા તે વેશ્યાને વિકારદષ્ટિને બદલે માતૃભાવથી જુએ અથવા વિરક્તભાવથી નીરખે તો એ પોતાનાં કર્મબંધન પોતાની જાતે જ જરૂર તોડી શકે છે. વેશ્યા પોતે તો કર્મબંધન બાંધનારી કે તોડનારી નથી. એ તો આત્માની પોતાની ચિત્તવૃત્તિ પર નિર્ભર છે. કર્મબંધન કરાવવામાં વેશ્યા જેવી રીતે નિમિત્ત બની શકે છે, તેવી રીતે એને છોડાવવામાં પણ નિમિત્ત થઈ શકે છે.
જગતના સામાન્ય માનવીઓ એમ માને છે કે વેશ્યા એ તો નરકનું દ્વાર છે. એ વ્યભિચારમાં અને નાગચૂડ જેવા મોહમાં ફસાવનારી છે, પરંતુ જ્ઞાનવાન આત્મા તો જેમ સ્કૂલિભદ્ર મુનિએ કોશા વેશ્યાને પોતાના કર્મનાશનું કારણ બનાવી, તેવી રીતે વેશ્યાને કર્મનાશનું કારણ બનાવે છે. ૧૦૨
રત્નત્રયનાં અજવાળાં