________________
અગ્નિને લોઢાની સાથે રહેવાથી ઘણના ઘા સહન કરવા પડે છે, તેવી રીતે શરીર આશ્રિત હોવાથી દુખના આઘાત તારે સહન કરવા પડે છે, પણ તને કંઈ વાંધો આવતો નથી.”
હે આત્માનું ! શરીર તારી અત્યંત નિકટ છે. તારો ઉપકારી અને સહાયક પણ છે. તું એનું પાલન-પોષણ કરીને પુષ્ટ બનાવે છે. આને પરિણામે શરીર સાથે તારે એટલી બધી નિકટતા સધાઈ ગઈ કે તું પોતાની જાતને શરીર જ સમજવા લાગ્યો છે, પરંતુ તે એ નિશ્ચિતપણે સમજી લે કે એક દિવસ આ સ્થૂળ શરીર અહીં પડ્યું રહેશે અને તું બીજે ચાલ્યો જઈશ. જેવી રીતે તલવારથી મ્યાન, ઘડાથી ઘી, તેલની શીશીથી તેલ જુદાં છે, એ જ રીતે તું પણ શરીરથી ભિન્ન છે. શરીર રૂપી છે, જ્યારે તું અરૂપી છે. શરીર જડ છે, તો તું ચેતન છે. જો તું શરીરથી ભિન્ન છે, તો શરીરના મોહમાં ફસાઈને અનેક પ્રકારનાં પાપકર્મ કરીને હાથે કરીને દુઃખ અને બંધનમાં શા માટે પડે છે? એટલે આચાર્ય અમિતગતિએ પરમાત્માને પ્રાર્થના કરતાં કહ્યું –
"शरीरतः कर्तुमनतशक्ति विभित्रमात्मानमपास्तदोषम् ।। जिनेन्द्र ! कोषादिव खङ्गयष्टिं तव प्रसादेन ममास्तु शक्ति ॥"
“હે વીતરાગ પ્રભુ ! જેમ માનથી તલવારને જુદી કરવામાં આવે છે, તેવી રીતે આપની કૃપાથી મારામાં એવી શક્તિ જાગે કે હું આ શરીરથી મારા અનંત શક્તિમાન વિશુદ્ધ આત્માને જુદો કરી શકે.” બંધનના નિર્માતા અને દુઃખોનો જનક
સવાલ એ જાગે છે કે આ આત્માને બંધન અને દુઃખમાં નાખનાર છે કોણ ? હકીકતમાં આ બંધન અને દુઃખનો સર્જક કે એને માટે જવાબદાર આત્મા સ્વયં છે. પોતાના અજ્ઞાનને કારણે સ્થૂળ અને નિર્જીવ પદાર્થોના ચક્કરમાં પડીને શરીરની બાહ્ય ચમકદમકમાં ફસાઈને સ્વયંને બંધન અને દુઃખમાં નાખે છે, આથી જ કહ્યું છે –
संयोगमूला जीवेन प्राप्ता दुःखपरंपरा । આત્માની આ દુઃખની પરંપરા સંયોગમૂલક છે. મિથ્યાજ્ઞાનને કારણે આત્મા પોતે જ મોહ પામીને સ્વયં દુઃખનું નિર્માણ કરે છે. પોતાના બંધનનો નિર્માતા એ પોતે જ છે. અજ્ઞાનવશ આત્મા દુઃખના નાશ માટે ૧૦૦
રત્નત્રયીનાં અજવાળાં
ક