________________
કાર્ય સિદ્ધ થતું નથી. હું તમને યુક્તિપૂર્વક તેની પાસે લઈ જવા ઈચ્છું છું. એમ ને એમ પહોંચી જઈશું, તો ઘરમાં પગ મૂકવા નહીં દે.”
કામી પુરુષે કહ્યું, “તમારી વાત બરાબર સમજી ગયો. ચાલો, તમે કહેશો એમ હું કરીશ.”
આજે એ સ્ત્રી અને એક જેલમાં લઈ ગઈ. આ જેલમાં આજીવન કેદની સજા પામેલા અને ૮-૧૦ વર્ષની સજા પામેલા કેદીઓ હતા.
એ બહેને એક કેદીને પૂછ્યું, “ભાઈ, એ તો કહો કે ક્યા અપરાધને લીધે તમને આ સજા મળી છે.” કેદીએ કહ્યું, “બહેન, અમે જુદા જુદા પ્રકારના ગુના કર્યા છે. કોઈએ ચોરી, તો કોઈએ ડાકુગીરી કરી, કોઈએ દગો કર્યો, તો કોઈએ પરસ્ત્રીગમન કર્યું છે. કોઈકે એનાથી પણ ભયંકર અપરાધ કર્યા છે. આ કારણે અમે આ જેલમાં નરક જેવી યાતના ભોગવી રહ્યા છીએ. પેટભરીને ખાવા નથી મળતું કે રહેવાની પૂરતી જગા પણ નથી મળતી. આ નાનકડી કોટડીમાં જ ખાવાનું અને અહીં સંડાસ પણ જવાનું. જેલમાં ચક્કી પીસવી પડે છે અને ન પીસીએ તો ખુલ્લી પીઠ પર કોરડા પડે છે. અમને તો જીવતાં જ આ નરક મળ્યું છે.” પેલી સ્ત્રીએ કામી પુરુષને કહ્યું, “ભાઈ, આ બધાની વાતો બરાબર સાંભળી. બિચારા કેટલી બધી યાતના ભોગવી રહ્યા છે.”
કામી પુરુષ બોલ્યો, “પણ એની સાથે આપણે શું નિસબત ?"
પેલી સ્ત્રીએ વિચાર્યું, “હજી મારો હેતુ સિદ્ધ થયો નથી. ખેર ! બીજો કોઈ ઉપાય અજમાવવો પડશે.”
આમ વિચારીને એ સદાચારિણી સ્ત્રી પાછી ફરી. બીજે દિવસે સવારે ફરીથી તેને પોતાની સાથે લઈને કતલખાનામાં ગઈ અને ત્યાં ગાય-ભેંસનાં માથાં કપાયેલાં પડ્યાં હતાં. ક્યાંક બકરાંઓની ડોક પર કસાઈની છરી ચપોચપ ચાલતી હતી. કોઈ પશુના શરીર પરથી ચામડી ઉતરડી નાખવામાં આવતી હતી, તો ક્યાંક હાડકાંના તો ક્યાંક માંસના ઢગલા પડ્યા હતા. અત્યંત કરુણ દેશ્ય હતું અને દુર્ગધનું તો પૂછવું જ શું?
પેલો કામી પુરુષ તો આ બધું જોઈને ગભરાઈ ગયો ને બોલ્યો, “આ બધું શું કરો છો અને શા માટે કરો છો ?”
આત્મોદ્ધારનું અમૃતતત્ત્વ
૧૦૫