________________
વરસતો જોયો ન હોય. સવારમાં એ નાસ્તિક ઘરની બહાર નીકળે અને જમીન ભીની જુએ, તો તરત જ અનુમાન કરશે કે અહીંયાં રાત્રે સારા પ્રમાણમાં વરસાદ વરસ્યો હશે, કારણ કે જમીન હજી ય ભીની છે. તો આત્મા જેવા અમૂર્ત અને અતીન્દ્રિય પદાર્થને અનુમાન પ્રમાણથી માનવામાં એને શું વાંધો છે?
આગમપ્રમાણથી પણ આત્મા સિદ્ધ થાય છે. સર્વજ્ઞ, વીતરાગ મહાપુરુષ આમ કહેવાય છે. તેમનાં વચન આગમપ્રમાણ કહેવાય છે. આપ્તપુરુષોનાં વચન શાસ્ત્રોમાં અંકિત છે. તેના પર અવિશ્વાસ રાખવાનું કોઈ કારણ નથી. તેમણે શાસ્ત્રોમાં આત્માનું વર્ણન કર્યું છે.
જો કોઈ નાસ્તિક કહે કે અમે તો આગમપ્રમાણને માનતા નથી, તો એમને એમ પૂછવામાં આવે કે તમે લૌકિક વ્યવહારમાં પોતાના પિતા, માતા, મોટા ભાઈ વગેરે હિતેચ્છુ વ્યક્તિઓનાં વચનોને પ્રમાણ માનીને ચાલો છો કે નહીં ? અદાલતમાં શાહુકારના ચોપડાને પ્રમાણ માનવામાં આવે છે, તો તેમને નિઃસ્પૃહ પરમકરૂણાશીલ, એકાંતહિતૈષી, આમ વીતરાગી મહાપુરુષો દ્વારા વર્ણવેલાં શાસ્ત્રોનું પ્રમાણ માનવામાં શું વાંધો હોઈ શકે ?
એક વૈજ્ઞાનિકને નવી શોધ કરતાં પૂર્વે અગાઉના વૈજ્ઞાનિકોએ સ્થાપેલો સિદ્ધાંત કે પદ્ધતિને પ્રત્યક્ષ ન હોવા છતાં પ્રમાણભૂત માને છે, તો પછી આગમમાં વર્ણવેલા સિદ્ધાંતો અને વચનોને પ્રમાણભૂત માનવામાં શું વાંધો ?
કોઈ એવો સવાલ કરે કે ભૂતકાળમાં કોઈને આત્માની ઉપલબ્ધિ થઈ હતી, એવું માનવા માટે આધાર શું? એનો ઉત્તર એ છે કે જો કોઈ મહાત્માએ ભૂતકાળમાં આત્માની શોધ ન કરી હોત તો શાસ્ત્રોમાં આત્માનું વર્ણન જ કેવી રીતે આવત? એ સાચું છે કે વિભિન્ન શાસ્ત્રોમાં આત્મા અને તેના સાક્ષાત્કારનું વર્ણન ભિન્ન ભિન્ન પ્રકારનું મળે છે, પરંતુ આ ભેદ તો વિવરણની બાબતમાં છે, મૂળ વસ્તુ એવા આત્માની સત્તાના વિષયમાં તો કોઈ બે મત નથી. આથી સ્પષ્ટ છે કે વિભિન્ન શાસ્ત્ર આત્માના અસ્તિત્વને સ્વીકારે છે ને તેની અનુભૂતિનું પણ વર્ણન કરે છે. આમ આગમપ્રમાણથી આત્માનું અસ્તિત્વ સિદ્ધ થાય છે.
સત, ચિત અને આનંદ - હવે આપણે આત્માની ઓળખની રીત જોઈએ. કોઈ વસ્તુનાં લક્ષણોથી
કર રત્નત્રયીનાં અજવાળાં