________________
આત્મા ચર્મચક્ષુથી જોઈ શકાય તેવો કોઈ મૂર્ત કે ધૂળ પદાર્થ નથી. કાનથી અવાજ સાંભળી શકાય, નાકથી એને સુંઘી શકાય કે જીભથી એને ચાખીને એના સ્વાદનો અનુભવ કરી શકાય કે સ્પર્શ કરીને તેનો અનુભવ કરી શકાય તેવું નથી, પરંતુ કેશીશ્રમણ મુનિએ પ્રદેશી રાજાને વિવિધ યુક્તિઓ અને પુરાવાઓથી આત્માનું સ્વરૂપ સમજાવ્યું. તેમની યુક્તિઓ અને પુરાવાઓ આગળ પ્રદેશ રાજા નિરુત્તર થઈ ગયો અને નમ્ર ચરણસેવક બનીને સદ્ધર્મમાં રત થઈ ગયો.
અમૂર્ત વસ્તુને પ્રત્યક્ષ જોવાની હઠ કરનારને કહેવું જોઈએ કે, તમે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેને તમારા મગજમાંથી બહાર કાઢીને અમને પ્રત્યક્ષ બતાવો. તેઓ કદાપિ બતાવી શકશે નહીં, કારણ કે જ્ઞાન અમૂર્ત વસ્તુ છે, તે આંખોથી જોઈ નથી શકાતું. માત્ર અમૂર્ત વસ્તુ જ કેમ, કેટલીક સ્કૂળ વસ્તુઓ પણ આંખોથી જોઈ શકાતી નથી. જેમ કે હવા, વીજળી વગેરે વસ્તુઓ સ્થૂળ હોવા છતાં તેને આંખોથી જોઈ શકાતી નથી. માત્ર હવાનું કાર્ય દેખાય છે અને એની લહરીનો સ્પર્શ પણ થાય
વીજળીના કાર્ય-પ્રકાશ, ગરમી, યંત્રચાલન વગેરે દેખાય છે અને તેના પરથી વીજળી હોવાનું અનુમાન થઈ શકે છે, આથી ધર્મશાસ્ત્રમાં કહ્યું –
"पुष्पै गन्धं तिले तैलं काष्ठेऽग्नि पयसि घृतम् ।
इक्षौ गुडं तथा देहे पश्याऽत्मानं विवेकतः ॥" “જેવી રીતે ફૂલમાં સુગંધ, તલમાં તેલ, કાષ્ઠમાં આગ, દૂધમાં ઘી અને શેરડીમાં ગોળ દેખાતો નથી, તેનું અસ્તિત્વ છુપાયેલું રહે છે, તેવી જ રીતે શરીરમાં છુપાએલા આત્માનું અસ્તિત્વ પણ વિવેકથી જાણવું જોઈએ.”
કાર્યને જોઈને તેના કારણનું અનુમાન કરી શકાય, કારણ કે જગતમાં કોઈ પણ કાર્ય કારણ વિના થઈ શકતું નથી. આત્માનું કાર્ય જ્ઞાન છે, કારણ કે ઘટ, પટ આદિ વસ્તુઓ અને ઈદ્રિયોના વિષયોને જાણનાર જ્ઞાન જ છે અને તે આત્માની સાથે અભિન્ન છે. જ્ઞાન આત્માનો પોતાનો ગુણ છે તેથી તે આત્માથી કદી અલગ થઈ શકતો નથી. જો જ્ઞાન આત્માથી અલગ થઈ જાય તો આત્મા જડ થઈ જાય, એટલે જ્ઞાનરૂપ કાર્યને જોઈને તે જ્ઞાનના કારણરૂપ આત્માના અસ્તિત્વનું અનુમાન થાય ૯૪
"રત્નત્રયીનાં અજવાળાં