________________
છે કે આત્મા અવશ્ય છે, કારણ કે તેનું કાર્ય જ્ઞાન-ઉપલબ્ધિનું છે.
જ્ઞાન આત્માનો ધર્મ છે. જ્યારે જ્ઞાનરૂપી ધર્મની પ્રાપ્તિ થાય છે તો તેના ધર્મી આત્માનું અસ્તિત્વ સિદ્ધ થઈ જાય છે, કારણ કે ધર્મ ધર્મીથી કદી જુદા હોતા નથી. જ્યાં ધર્મ હશે ત્યાં ધર્મી પણ રહેશે, એટલે કે જ્ઞાનરૂપ ધર્મની ઉપલબ્ધિ હોવાથી તેનો ધર્મી આત્મા અવશ્ય હોવો જોઈએ.
જ્ઞાન તો સ્વસંવિદિત છે, એટલે કે જ્ઞાન પોતાની જાતને જાણે છે. જો એ પોતાને જાણે, તો પોતાના ધર્મીને પણ જાણતું હોય. આ રીતે આત્મા સ્વસંવિત્ પ્રત્યક્ષ થશે.
લીલા રંગની મને જાણકારી થઈ.” એવું કહેનાર વ્યક્તિને લીલા રંગના ગુણની સાથોસાથ લીલા રંગના ગુણ જે વસ્તુમાં છે, તે ગુણની પણ જાણકારી થાય છે, કારણ કે ગુણ અને ગુણીનો સંબંધ અભિન્ન છે.
આમ આત્માનો જ્ઞાન-ગુણ સ્વસંવિથી પ્રત્યક્ષ હોવાથી ગુણી આત્મા પણ અનુમાનથી સિદ્ધ થાય છે. આ જ રીતે એક આ અનુમાન પ્રમાણ પણ આત્માના અસ્તિત્વને સિદ્ધ કરે છે કે વિવિધ શરીર આત્મા વિના બની શકતાં નથી. કારણ કે આત્મા જ વિવિધ કર્મબંધનોથી લિપ્ત થઈને વિવિધ શરીર ધારણ કરે છે.
જડ વસ્તુ શરીર બનવાનું કારણ બનતી નથી. જો જડ વસ્તુઓમાં શરીર બનવાનું કે બનાવવાનું સામર્થ્ય હોત, તો મૃતદેહ દેહ કેમ નથી બનાવતું ? અથવા પથ્થર, ઈટ, લોઢું વગેરે જડ પદાર્થ પણ શરીર કેમ નથી બનાવતાં ? આનાથી સિદ્ધ થાય છે કે આત્મા છે, કારણ કે તે શરીર બનાવવાનું કારણ છે. શરીરરૂપી કાર્યને જોઈને આત્મારૂપી કારણનું અનુમાન આપોઆપ થઈ જાય છે. શરીરને જોઈને શરીરને બનાવનારનું અનુમાન થાય છે. તે આત્મા જ છે. અનુમાન અને આગમ
નાસ્તિકમાં નાસ્તિક વ્યક્તિને પણ-અનુમાન પ્રમાણનો આધાર લેવો પડે છે. નાસ્તિકે પોતાના પરદાદાને જોયા નથી, પરંતુ તે પોતે છે, તેથી તેના પિતા, પિતામહ, પ્રપિતામહ પણ અવશ્ય હોવા જોઈએ, એવા અનુમાન પ્રમાણથી એના પરદાદાને એણે માનવા પડે છે. ક્યાંક રાત્રે વરસાદ પડવાથી જમીન ભીની થઈ ગઈ હોય, પરંતુ નાસ્તિકે વરસાદ
સત, ચિત અને...
૯૫