________________
છલકાઈ જાય છે અને મન અનુકંપાથી ઓતપ્રોત થઈ ઊઠે છે. તેમનાં દુઃખદર્દને પોતાનું દુઃખ સમજીને દયાર્દ થઈને તે દિવસ-રાત દુઃખીઓ, પીડિતો અને નિરાશ્રિતોની સેવામાં ડૂબેલો રહે છે. તેની સહાનુભૂતિપૂર્ણ મધુર વાણી નિરાશ-હતાશ હૃદયોને હિંમત આપે છે. તે જાતે પોતાના હાથથી ગરીબોના આંસુ લૂછે છે. નિરાધારનો આધાર બને છે. જીવનની પછડાટ ખાધેલી વ્યક્તિઓને આધાર આપીને ઊભી કરે છે. ભન્ત ! આ બંને વ્યક્તિઓમાંથી આપનો સાચો ભક્ત અને શ્રેષ્ઠ પુરુષ કોણ કહેવાય ?'
ભગવાન મહાવીરે અત્યંત ગંભીર મુખમુદ્રા સાથે ઉત્તર આપ્યો, - “ નિરાળું વરવું માં વડવાડું ૧
જે દીન-દુઃખીઓ અને રોગીજનોની સેવા કરે છે તે જ ધન્ય છે. તે જ મારો શ્રેષ્ઠ ભક્ત છે.”
ગૌતમે વધારે સ્પષ્ટીકરણ માગ્યું – “ભગવન્! આપનું કથન સત્ય છે, પરંતુ સમજાતું નથી કે ક્યાં આપ સમાન ત્રિલોકીનાથ વીતરાગ પરમપુરુષ અને ક્યાં પેલો દીન-દુઃખી સંસારી માનવી ! આપની સેવા આગળ એની સેવાનું શું મૂલ્ય હોઈ શકે ?”
ભગવાને તથ્યને પ્રકાશિત કરતાં કહ્યું, “ગૌતમ, મારી ભક્તિ કે સેવા એટલે શું ? મારી વ્યક્તિગત સેવાનું મારી પાસે કોઈ સ્થાન નથી. મારી સેવા મારી આજ્ઞાના પાલનમાં અને મારા અનુશાસનમાં છે.
મારી આજ્ઞા છે, “દીન-દુઃખીઓ, રોગીઓ અને પીડિતોની સેવા કરો. જગતનાં સમસ્ત પ્રાણીઓને અભયદાન આપો. પીડિતો અને નિરાશ્રિતોને સુખ-શાંતિ પહોંચાડો, અનાથ, અસહાય અને નિરાધાર પર દયાભાવ દાખવો. દીન-દુઃખીઓનો આર્તનાદ સાંભળનાર મારી વાણી સાંભળે છે. તેમને કરુણાભરી દૃષ્ટિથી જોનારા મારાં દર્શન કરે છે. તેમને આશરો આપનારા મારું અનુશાસન માને છે. તેમનાં આંસુ લૂછીને તેમની સેવા કરનાર મારી સેવા કરે છે. એનાથી ઊંધું પોપટની જેમ માત્ર મારું નામ જપનાર કે માત્ર આ ચામડાની આંખોથી મારાં દર્શન કરવાવાળા મારા ૧. આ પાઠ આ પ્રકારે છે - ને ગિતા નહિ રે મ પદિર ”
– સંપાદક
૬૨
રત્નત્રયીનાં અજવાળાં