________________
બંને જુદાં છે, એ રીતે આત્મા અને શરીર ભિન્ન છે.
આંખો આત્માને જોઈ શકતી નથી, પરંતુ આત્મા આંખોને જુએ છે. આંખો કેવળ સ્થૂળ રૂપને જ નીરખી શકે છે, કિંતુ આત્મા તો સ્કૂલ-સૂક્ષ્મ વગેરે બધાનું જ્ઞાન ધરાવે છે. ઈદ્રિયજન્ય જ્ઞાનમાં તો અન્ય કારણોથી અવરોધ ઊભો થાય, પરંતુ આત્માથી પ્રાપ્ત જ્ઞાનમાં કોઈ અવરોધ આવતો નથી. એટલે તે જ્ઞાન કે અનુભવ જ આત્માનું સ્વરૂપ છે.
નિષ્કર્ષ એ કે આત્માને શરીર જાણતું નથી, ઈદ્રિયો ઓળખતી નથી કે શ્વાસોચ્છવાસને એનો પરિચય નથી, બલ્ક આ બધાં આત્માના સહયોગથી જ પોતાની પ્રવૃત્તિ કરી શકે છે. જો આત્માનો એમને સહયોગ ન હોય, તો એ જડ જ બની જાય.
જો શરીર જ આત્મા હોત તો દૂબળા-પાતળા શરીરવાળાની બુદ્ધિ અત્યંત વિચક્ષણ અને સ્થૂળ શરીરધારીની બુદ્ધિ સ્થૂળ-મંદ દેખાય છે, તેવો વિરોધ જોવા મળતા નહીં. જેનામાં જાણવાની શક્તિ કે સ્વભાવ ન હોય, તે જડ છે. જાણવું જેનો સ્વભાવ છે તે ચેતન છે. આ રીતે જડ અને ચેતન બંનેનો સ્વભાવ તદ્દન ભિન્ન છે અને તે કોઈ દિવસ એક થાય નહીં. જડ ત્રણેય કાળમાં જડ જ રહેશે અને ચેતન ચેતન જ.
આત્માનું અસ્તિત્વ
વૈજ્ઞાનિકો કે ભૌતિકવાદીઓ આત્માના અસ્તિત્વને માનતા નથી. એમને કોઈ પૂછે કે રેડિયો આશ્ચર્યજનક છે કે રેડિયોના શોધકો ? આશ્ચર્યસર્જક તો રેડિયોના શોધકો ગણાય. આવાં અદ્ભુત સાધનોનું સંશોધન કરીને હજારો માઈલ દૂર બેઠેલો માનવી સમાચાર કે સંગીત સાંભળી શકે તેવા રેડિયોની શોધ કરી. જો વૈજ્ઞાનિકમાં આ શક્તિ ન હોત, તો એ રેડિયોનું નિર્માણ કઈ રીતે કરી શકે ?
પ્રશ્ન એ થાય કે રેડિયો-નિર્માતાની અંદર એવો ક્યો વિજ્ઞાનવત્તા બિરાજમાન છે કે જે રેડિયો જ નહીં, બબ્બે ટેલિવિઝન, ટેલિફોન, એરોપ્લેન, કયૂટર જેવી એક એકથી ચઢિયાતી આશ્ચર્યજનક અદ્ભુત શોધો કરે છે ? એ શક્તિને સ્વીકાર્યા સિવાય કોઈ આરો કે ઓવારો નથી. રેડિયો નિર્માણ કરનારા વૈજ્ઞાનિકમાં જે પરમ વિજ્ઞાનવેત્તા બેઠો છે, તે શક્તિનું નામ છે આત્મા.
રત્નત્રયીનાં અજવાળાં.