________________
જ છે. જે એકસાથે આ પાંચેય ઈદ્રિયોના વિષયોનું ગ્રહણ અને અનુભવ કરે છે. - એક બીજું ઉદાહરણ જોઈએ. - તમે મારા વ્યાખ્યાનના શબ્દોને સાંભળો છો, એના એ જ શબ્દો હંમેશાં તો બોલી શકાય નહીં. વ્યાખ્યાનના શબ્દો પાછળથી તમને યાદ રહે છે કે મહારાજે આજે વ્યાખ્યાનમાં અમુક વાત કહી હતી.
હું તમને પૂછું છું કે વ્યાખ્યાનના શબ્દો કાલાન્તરે યાદ કરાવનાર કોણ ? શું શબ્દોને સ્મરણમાં રાખતી કોઈ છઠ્ઠી ઈદ્રિય છે ? એ જ રીતે તમે મારો ચહેરો જોયો. જો હું મહિના-બે મહિના પછી તમારે ત્યાં આવું તો તમે મારા ચહેરાને યાદ કરીને મને તરત જ ઓળખી જશો. આ બધું સાંભળવું અને જોવું એ કોને યાદ રહે છે ? તમારા શરીરમાં બિરાજમાન જ્ઞાતા-દ્રષ્ટા, અવિનાશી, ચિદાનંદ આત્માને જ આ બધું સ્મરણ રહે છે, એટલે પાંચે ઈદ્રિયોથી જુદું, જોયેલી-સાંભળેલી વાતોને યાદ રાખનાર આત્મા નામના તત્વને માન્યા વિના છૂટકો જ નથી.
એક સ્ત્રી વસ્ત્ર-અલંકારથી સુશોભિત બનીને કોઈ સગાને ત્યાં જઈ રહી છે. રસ્તામાં એના પુત્રએ તેને જોઈને પૂછ્યું, “મા, ક્યાં જાય છે ?” કોઈ કામીને તેને જોઈને કામબુદ્ધિથી પ્રેરિત થઈને તેની છેડતી કરવાનું સૂઝે છે. એટલામાં એક સંતે તેને જતી જોઈ, તો તેને વિરક્ત ભાવથી જોઈને આગળ વધી ગયા.
એક જ દશ્યને ત્રણ વ્યક્તિઓએ જોયું અને ત્રણેને જુદા જુદા ભાવ જાગ્યા. આ ત્રણેને અલગઅલગ બુદ્ધિ આપનાર કોણ ? આત્મા જ ભિન્નભિન્ન બુદ્ધિ આપે છે. જોવાનું કામ ભલે એક ઈદ્રિય-નેત્રએ કર્યું હોય, પરંતુ વિભિન્ન પ્રકારના સંવેદનનું કામ કરનાર તો આત્મા જ છે, તે તમારામાં જુદો જુદો છે. દેહથી ભિન્નતા
તમે મારી સામે બેઠા છો. જેવી રીતે હું તમારાં આંખ, કાન, નાક વગેરે અવયવોને જોઈ રહ્યો છું, તેવી રીતે હું મારા અવયવોને પણ જોઈ રહ્યો છું. બંનેના અવયવોને જોઈને હું એ જાણું છું કે બીજાનાં આંખ, કાન વગેરે અવયવ મારાં નથી. બીજાનાં આંખ, કાન વગેરે
રત્નત્રયીનાં અજવાળાં
૮૮