________________
ઇંદ્રિયોનો રાજા ઃ આત્મા
હું સુખી છું કે હું દુઃખી છું એવું જ્ઞાન શું આંખ વગેરે કોઈ પણ ઇંદ્રિયને થાય છે ? ના. આ જ્ઞાન તો બધી ઇંદ્રિયોના રાજા આત્માને જ થાય છે. હકીકતમાં વાત એવી છે કે, સાંભળવા, જોવા, સૂંઘવા, ચાખવા, સુખ-દુ:ખ કે ઠંડી-ગરમીનો અનુભવ કરનાર કોઈ બીજું જ છે. કાન, આંખ વગેરે તો સૂંધવા, ચાખવા વગેરે કાર્ય માટેનાં ઉ૫ક૨ણ (સાધન) છે. તે સાંભળવાવાળો, જોવાવાળો, સૂંઘવાવાળો, સુખ-દુઃખ, ઠંડી-ગરમી વગેરેનો અનુભવ કરવાવાળો આત્મા છે.
જો ઇંદ્રિયો જ આ કામ કરી શકતી હોત તો તે મૃત અવસ્થામાં કેમ નથી કરતી ? કોઈ પ્રશ્ન કરે કે તમે શરીરથી ભિન્ન એવા આત્માને આ બધાનો જ્ઞાતા-દ્રષ્ટા કહો છો, તે દેહની મૃત અવસ્થામાં જોવા, સાંભળવાનું કામ કેમ નથી કરતો ? તેનો ઉત્તર સ્પષ્ટ છે કે એ સમયે મૃતકનો આત્મા શરીરમાંથી નીકળીને અન્યત્ર ચાલ્યો જાય છે, જ્યાં મૃતકને કર્મ અનુસાર યોનિ મળે છે.
જો કોઈ એમ કહે કે દરેક ઈંદ્રિય પોતાનું નિયત કાર્ય જ કરી શકે છે અને તેનાથી બીજી ઇંદ્રિયનું કાર્ય નથી થઈ શકતું. આમ ઇંદ્રિયોથી જ કામ ચાલતું હોય, તો આત્માને માનવાની શી જરૂર ? આનો ઉત્તર અગાઉ આપ્યો છે, તેમ છતાં પાંચ ઇંદ્રિયોથી ભિન્ન આત્મતત્ત્વને અલગ માનવાની વાતને ઉદાહરણથી સ્પષ્ટ કરું
-
ધારો કે તમે પાપડ ખાવ છો. આ સમયે જીભ તેનો સ્વાદ જાણી રહી છે. નાક તેની સુગંધનો અનુભવ કરી રહ્યું છે. આંખો તેનો આકાર જોઈ રહી છે. કાન તેનો ચર્ચચર્ચ થવાવાળો શબ્દ સાંભળી રહ્યો છે અને હાથ તેના સ્પર્શનો અનુભવ કરી રહ્યો છે, ઇંદ્રિયોના આ પાંચે વિષયોનું સમ્મિલિત જ્ઞાન તો કોઈ પણ એક ઇંદ્રિયને થવું અસંભવ છે, કારણ કે એક ઇંદ્રિય માત્ર પોતાના જ નિયત વિષયને જાણી કે અનુભવી શકે
છે.
જો એક જ ઈંદ્રિય રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ આ પાંચેય વિષયોને જાણી શકે તો પાંચેય ઇંદ્રિયોને જુદી જુદી બનાવવાની જરૂર શી હતી ? આ જ કારણ છે કે આ પાંચેય ઇંદ્રિયોએ ગ્રહણ કરેલા વિષયો, પાંચ ઇંદ્રિયોના સિવાય જે જાણે છે તે તમારો જ્ઞાતા-દ્રષ્ટા આત્મા સત્, ચિત્ અને....
८७