________________
અનિવાર્ય બને છે. આસ્તિકોને માટે પોતાને સમજવા અને આત્મા તથા એની શક્તિઓને પારખવા માટે પણ આત્માને સિદ્ધ કરવો જરૂરી છે.
વિભિન્ન પ્રમાણ
પ્રાચીન નાસ્તિકો કહે છે કે આત્મા નામની કોઈ ભિન્ન વસ્તુ નથી, આ શરીર જ આત્મા છે. જેવી રીતે ઘડિયાળના જુદા જુદા ભાગોને યોગ્ય રીતે જોડવાથી તે ટફ ટફ અવાજ કરતી ચાલે છે, એ જ રીતે પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ આ પાંચ ભૂતોના મળવાથી આ શરીર બન્યું છે. આ પંચભૂતોનું યથાસ્થાન સંમિશ્રણ થવાથી આ શરીર વિવિધ ક્રિયાઓ કરે છે.
આ પંચભૂત વિખરાઈ નથી જતાં, ત્યાં સુધી શરીર પોતાનું કામ કર્યો જાય છે. જ્યારે આ પાંચ ભૂત વિખરાઈ જાય છે, ત્યારે શરીર પોતાનું કામ કરવાનું બંધ કરે છે. શરીરથી આત્મા કોઈ જુદી વસ્તુ નથી. શરીરમાંથી પાંચ ભૂત વિખરાઈ ગયા પછી કશું શેષ રહેતું નથી.
નાસ્તિકોનો આ મત ઊંડાણપૂર્વક વિચારતાં ખોટો જણાશે. જો આત્માનું અસ્તિત્વ શરીરથી જુદું ન હોત એટલે કે શરીર જ આત્મા હોત તો મૃત શરીર અને જીવિત શરીર વચ્ચે કોઈ ભિન્નતા ન હોત. મૃતદેહ અમુક રીતે જીવંત શરીર જેવો લાગે છે અને તેમાંથી કોઈ વસ્તુ નીકળેલી કે નીકળતી ચર્મચક્ષુઓથી દેખાતી નથી. આમ પંચભૂત હંમેશાં એમ ને એમ જ રહે છે, તેમ છતાંય તે મૃતદેહ બોલતો નથી, ચાલતો નથી. શ્વાસ લેતો નથી. સ્વાદ ચાખતો નથી, સાંભળતો નથી, સૂંઘતો નથી અને જોતો પણ નથી; જ્યારે જીવિત શરીર બોલે છે, ચાલે છે, શ્વાસ લે છે, સુંઘે છે, સ્વાદ ચાખે છે, જુએ છે, સાંભળે છે. આમ જીવંત શરીર અને મૃત શરીરમાં દેખાતો આ તફાવત એ સાબિત કરે છે કે શરીરથી જ૮. કોઈ બીજું એવું તત્ત્વ છે કે જેની ઉપસ્થિતિ હોય તો શરીર જીવંત કહેવાય છે અને જે ન હોય તો એ જ શરીર મૃત કહેવાય છે. આ સૂક્ષ્મ તત્ત્વ તે આત્મા. તે હાડકાં, માંસ વગેરે શરીરના અવયવો તથા સમગ્ર શરીર અને ઈદ્રિયો તથા પંચભૂતોથી સર્વથા ભિન્ન છે.
નાસ્તિકોને પૂછવામાં આવે કે જો પંચભૂતોથી બનેલું શરીર જ સત્, ચિત્ અને...
( ૮૫
*