________________
આ પ્રકારનો આત્મા કેવળ રેડિયોનિર્માતામાં જ નહીં, બલ્ક તમામ નાનાં-મોટાં પ્રાણીઓમાં રહેલો છે. ઘડિયાળ જોઈને તમે એના શોધકની પ્રશંસા કરો છો, એ ઘડિયાળના શોધકમાં બેઠેલા મહાન યંત્રશોધકની કરો છો. એ માત્ર ઘડિયાળના શોધકને જ નહીં, બલ્બ તમામ ચૈતન્યશીલ પ્રાણીઓને બુદ્ધિ આપે છે, તેનો વિચાર કરવો જોઈએ. તે આત્મા સિવાય બીજો કોણ હોઈ શકે ?
આ આત્મા સમર્થ શક્તિવાન છે. પોતાની પ્રચંડ શક્તિના પ્રભાવથી તે સમસ્ત વિશ્વની કાયાપલટ કરી શકે છે. આખી દુનિયાને ચકિત કરનાર વિજ્ઞાનના મૂળમાં આ આત્મશક્તિ છે. આત્મા ન હોય, તો એકલું વિજ્ઞાન શું કરી શકે ? આ આત્મા પેલા વૈજ્ઞાનિકની શોધ પૂર્વે પણ વિદ્યમાન
હતો.
વિજ્ઞાન પોતે જડ છે. તે સ્વયં કશું જ કરી શકતું નથી અને આત્માશક્તિના સહયોગ વિના એ કશું કરી નહીં શકે.
જો આત્માની શક્તિના સહયોગ વિના કરી શકતા હોત, તો વિદેહ થયેલા વૈજ્ઞાનિકોનાં મૃતશરીરોના સહયોગથી નવી નવી શોધો થઈ શકી હોત. પરંતુ આવું બનતું નથી, એટલે જ વિજ્ઞાનની ઝાકઝમાળમાં વિજ્ઞાનના પ્રેરક આત્માને ભૂલવો જોઈએ નહીં. આત્મા અને તેની શક્તિઓને ઓળખવાનો પ્રયાસ કરવો જોઈએ. એ વૈજ્ઞાનિકોને પૂછવામાં આવે કે તમે જે ઘટ, પટ વગેરે પદાર્થોને જાણો છો અને કહો છો કે તે છે, પરંતુ એ ઘટ, પટ વગેરેના જાણનાર પર તમને વિશ્વાસ બેસતો નથી, તો તમારા તેવા જ્ઞાનને શું કહી શકાય ?
આત્માનું સ્વરૂપ
નાસ્તિકો અને ભૌતિક વિજ્ઞાનવાદીઓ કહે છે કે “જેમ આપણે શરીર, ઈદ્રિયો અને અન્ય દુન્યવી પદાર્થોને આંખોથી જોઈએ છીએ, તેવી રીતે આત્મા તો નરી આંખોથી દેખાતો નથી. આત્મા પ્રત્યક્ષ દેખાતો નથી, માટે કહેવું જોઈએ કે આત્મા છે જ નહીં. આથી આત્માના અસ્તિત્વને અમે સ્વીકારતા નથી અને તેને ઓળખવાનો વ્યર્થ પ્રયત્ન પણ કરતા નથી.” અગાઉ વિવિધ દલીલો દ્વારા આત્માના અસ્તિત્વ અંગે આપણે જોયું, વળી વિવિધ દષ્ટાંતો દ્વારા આત્માને સિદ્ધ કરી શકાય.
સત, ચિત અને....
૯૧